વેક્સિન કરતાં માસ્ક વધારે અસરકારક : યુએસ તબીબ
વોશિંગ્ટન: અમેરિકાના સેન્ટર ફોર ડીઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર રોબર્ટ રેડફીલ્ડે ફેસ માસ્ક પહેરવું વધુ ઈફેક્ટિવ હોવાનું કહ્યું છે. તેમણે કહ્યુંકે વેક્સિન કરતાં માસ્ક વધુ અસરકારક રહે છે અને તેનાથી કોરોનાથી સલામત રહી શકાય છે. બીજી બાજુ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માસ્ક અંગે નવો અભિપ્રાય રજૂ કર્યો હતો અને કહ્યુંકે, કોઈપણ સંજોગોમાં માસ્ક વેક્સિનથી વધુ અસરકારક સાબિત ન થઈ શકે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
કોરોના વાઇરસને રોકવા અને વેક્સિન સંબંધી સવાલોના જવાબ આપવા માટે સીડીસી ચીફ સિનેટની એક કમિટી સમક્ષ હાજર થયા. પછીથી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ બે વાતો સ્પષ્ટ કરવા માગું છું. પ્રથમ- વેક્સિન આગામી વર્ષના વચ્ચેના ગાળામાં તમામ અમેરિકનો સુધી પહોંચી જશે. બીજી- માસ્ક દરેક સ્થિતિમાં વેક્સિનથી વધુ અસરકારક ઉપાય છે.
કારણ કોઈપણ હોઈ શકે છે. જોકે ટ્રમ્પને રેડફીલ્ડની દલીલ પચી નહિ. કેટલાક કલાકો પછી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, મેં તેમનું નિવેદન સાંભળ્યું. તેમને બોલાવીને વાતચીત કરી. મેં તેમને પૂછ્યું, અંતે તમે શું કહેવા માગો છે? રોબર્ટે એ વાત માની લીધી છે કે વેક્સિન માસ્કની સરખામણી વધુ અસરકારક છે અને તેમની વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.
અર્થઘટન ખોટું કરવામાં આવ્યું છે. રેડફીલ્ડ જ્યારે સિનેટ કમિટી સમક્ષ હાજર થયા તો તેમણે કહ્યુંહતું કે, જો આજે વેક્સિન આવી જાય છે તોપણ એને તમામ અમેરિકનો સુધી પહોંચવામાં ૬થી ૯ મહિના લાગશે. ખાસ વાત એ છે કે ટ્રમ્પના કોરોના વાઇરસના એડવાઈઝર ડોક્ટર એન્થોની ફોસી પણ ઘણી વખત આ વાત કહી ચૂક્યા છે. જોકે રાષ્ટ્રપતિ તેમના જ એડવાઈઝરની વાતને ફગાવી દે છે. રેડફીલ્ડના જણાવ્યા મુજબ માસ્ક દ્વારા સંક્રમણ પર થોડા મહિનામાં જ કાબૂ મેળવી શકાય છે. જોકે આ માટે શરત એટલી જ છે કે એને યોગ્ય રીતે પહેરવો જોઈએ.