પતિએ દહેજ માટે મારઝુડ કરતાં નારણપુરામાં પરીણીતાએ જીવન ટુંકાવ્યું
લગ્નને એક વર્ષ થયું હતું : યુવતીના પિતા સમયસર રૂપિયા ન
|
અમદાવાદ : મૂળ રાજસ્થાનની યુવતી પરણીને અમદાવાદ આવી બાદમા પતિએ ધંધો કરવા માટે રૂપિયા એક લાખની માગણી કરી હતી ઉપરાંત વારવાર આ મહીલા સાથે મારઝુડ કરતા આખરે હારેલ મહિલાએ ગળેફાશો ખાઈ જીવન ટુકાવતાં સમગ્ર વિસ્તારમા ચકચાર મચી છે. જ્યારે પોલીસે આત્મહત્યાનાં દુષ્પ્રેરણા આપવાનો તથા દહેજ અંગેનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.
મહીલાનાં પિતા કાળુભાઈ ભીમાજી સાળવી રહે ઉદયપુર રાજસ્થાન એ ફરીયાદ નોધાવી છે કે તેમને સંતાનમાં અકે દિકરો અને બે દિકરીઓ છે જેમા સૌથી નાની બાવીસ વર્ષની દિકરી કચનના લગ્ન ગત વર્ષના ફેબ્રુઆરી લગ્ન ગત વર્ષના ફેબ્રુઆરી મહીનામા અમદાવાદ નારણપુરમા એઈસીની સામે રબારીની ચાલી ખાતે રહેતા મુકેશ પ્રેમમજી સાલવી સાથે કર્યા હતા
લગ્ન બાદ મુકેશ કંચનને વ્યવસ્થિત રાખતો હતો જા કે છેલ્લા એક મહીનાથી તે કંચનને તારા બાપે દહેજમાં કઈ આપ્યુ નથી મારે ધંધો કરવા અકે લાખની જરૂર છે તે લાવી આપ તેમ કહેતો હતો આ અંગે કચને પિતાને વાત કરતા તેમણે હાલમાં આટલી રકમ નથી તેમ છતા ગમે ત્યાથી લાવી આપવાની વાત કરી હતી.
તેમ છતાં મુકેશ રૂપિયા બાબતે કંચન સાથે વારંવાર ઝઘડો કરી મારપીટ કરતો હતો જેથી કંચન તેના પિતાના ઘરે રાજસ્થાન જતી રહી હતી થોડા દિવસ બાદ કંચન ફરી અમદાવાદ આવતા મુકેશે ફરીથી તેની સાથે મારઝુડ કરી હતી
જેના પગલે હિમત હારી ગયેલી કંચને બુધવારે બપોરે પોતાના ઘરે નારણપુરા ખાતે એકલી હતી એ વખતે દોઢ વાગ્યાના સુમારે છતમા દુપટ્ટો બાંધીને ગળેફાસો ખાઈ લીધો હતો આ અંગે તેમને આસપાસના પાડોશીઓ જાણ કરી હતી. કંચનના પિતાએ કરેલા આક્ષેપોના પગલે ગુજરાત યુનિવર્સીટી પોલીસે મુકેશ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરાયેલા ઉપરાંત દહેજ દ્વારા હેઠળ ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.