યોગ્યતા ધરાવતા બાળકોને અનાજ, કઠોળ, તેલ વગેરે પ્રદાન કરવાની સલાહ
PIB Ahmedabad, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટી તંત્રને રોગચાળાને કારણે તેમની શાળાઓ બંધ હોય ત્યાં સુધી બધા યોગ્યતા ધરાવતા બાળકોને અનાજ, કઠોળ, તેલ વગેરે (રાંધવાના ખર્ચની સમકક્ષ) સહિતના ફૂડ સિક્યુરિટી એલાઉન્સ (એફએસએ) પ્રદાન કરવાની સલાહ આપવામાં આવી છે.
પ્રવર્તમાન સંજોગો અનુસાર આ હેતુ માટેની પદ્ધતિઓ સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા નક્કી કરવામાં આવે છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ કોવિડ-19 દ્વારા સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતીનાં પગલાં ભરવાની સલાહ આપવામાં આવી છે.
રાજ્યસભામાં આ માહિતી કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઈરાની દ્વારા લેખિત જવાબમાં આપવામાં આવી હતી.