Western Times News

Gujarati News

બે લાખથી વધારેની કિંમતના ચરસ સાથે બે યુવકની ધરપકડ

Files Photo

સુરત: શહેરમાં દિવસેને દિવસે નશીલા પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે. લૉકડાઉન દરમિયાન નશીલા પદાર્થોના વેપલા પર થોડા કાબૂ આવ્યો હતો. પરંતુ હવે અનલોક થઈ ગયું છે ત્યારે સુરતમાં ફરીથી ખુલ્લેઆમ દારૂ અને અન્ય નશીલા પદાર્થો મળી રહ્યા છે. નશીલા પદાર્થોનું વેચાણ કરીને અમુક તત્વો દેશના યુવાધનને બદબાદ કરી રહ્યા છે. આવા ઇસમોને પકડી પાડવા માટે પોલીસે આદેશ કર્યા છે. આ દરમિયાન સુરતના કતારગામ વિસ્તારમાંથી પોલીસે બે કિલો ચરસ સાથે બે યુવકોની ધરપકડ કરી છે. નવાઈની વાત એ છે કે ઝડપાયેલા બેમાંથી એક યુવક સિવિલ એન્જિનિયર છે. પોલીસે બંને પાસેથી ૨.૩૭ લાખનું ચરસ જપ્ત કર્યું છે.

મળતી માહિતી પ્રમાણે કતારગામ પોલીસને બાતમી મળી હતી કે પાર્સ સોસાયટીમાં બે યુવાનો ચરસ વેચાણ માટે લાવ્યા છે. આ બાતમીના આધારે પોલીસ દુકાન નં .૩૦૪ , વિમલનાથ આર્કેડ, પારસ સોસાયટી વિભાગ-૨ કતારગામ ખાતે દરોડાં કરી હતી

ત્યાંથી મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આવેલા રામગઢનો વાતની અને હાલમાં કતારગામ વીરમાં આવેલા ધનમોર ચાર સરતા પાસે આવેલા ૧૦૧, ધનમોરા કોમ્પલેક્ષમાં રહેતા જીગર મનસુખભાઇ ધોળકીયા અને તેની સાથે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના બુઢણા ગામનો વાતની અને હાલમાં સુરતમાં કતારગામ વિત્તરમાં આવેલ હાથી મંદિર પાસેની લક્ષ્મીકાંત સોસાયટીમાં રહેતા પાર્થ જયંતીભાઇ તેજાણીની ધરપકડ કરી હતી.

આ ઈસમો પાસેથી પ્રતિબંધિત માદક પદાર્થ ચરસ જેનું વજન ૨ કિલો ૩૭૯ ગ્રામ જેની કિંમત રૂ, ૨,૩૭,૯૦૦ થાય છે મળી આવ્યું હતું. આ સાથે મોબાઇલ ફોન નંગ બે તેમજ ચરસ વેચાણના રોકડા રૂપિયા ૧૯,૪૦૦ સહિત ૨,૬૪,૩૦૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે બંને યુવક વિરુદ્ધ એન.ડી.પી.એસ, એક્ટ હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે ઝડપાયેલા બે યુવાનો પૈકી એક સિવિલ એન્જિનિયર છે. પોલીસે બંનેની પૂછપરછ કરતા સિવિલ એન્જિનિયર જીગર અને તેના મિત્ર પાર્થે પોલીસને જણાવ્યું હતું કે તેમણે અનલોક બાદ બે માસ પહેલા આ દુકાન ઓનલાઇન માર્કેટિંગના કામ માટે ભાડે લઈ કામ શરૂ કર્યું હતું. પરંતુ તે સાથે તેમણે ચરસનો વેપાર પણ શરૂ કર્યો હતો. પહેલી વખત જ મંગાવેલો ચરસનો જથ્થો આવ્યા બાદ કેટલાક ગ્રાહકોને તેનું વેચાણ કરીને વધુ ગ્રાહકો શોધી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ તેમની પાસે પહોંચી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.