દેશભરમાં કારગીલ વિજયોત્સવની ઉજવણી
(પ્રતિનિધિ) અમદાવાદ : આજે કારગીલ દિવસ, દેશના અનેક ભાગોમાંથી કારગીલ યુધ્ધમા માર્યા ગયેલા શહીદોને ઠેરઠેર શ્રધ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
અમદાવાદમાં વોર મેમોરીયલ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહીદોની શહાદતને શ્રધ્ધાંજલિ અર્પતા વીર જવાનોની બહાદુરીની પ્રશંસા કરી હતી આ પ્રસંગે કારગીલથી આવેલ બાઈકર્સનું સન્માન કરાયું.
૧૯૯૯માં થયેલ કારગીલ યુધ્ધમાં પાક.ના ર૭૦૦ જવાનો ઠાર થયા હતા દેશના પર૭ જવાનોએ બહાદુરીપુર્વ્ક સામનો કરી શહાદત વ્હોરી હતી કારગીલ યુધ્ધમાં પાક. સૈન્યોને ભગાડવામાં દશના જવાનોએ હિંમતપૂર્વક સામનો કરી ભારતને વિજય અપાવ્યો તેના માનમાં ૧૧ જવાનોને મહાવીર ચક્રથી સન્માનીત કર્યા હતા.
કારગીલ યુધ્ધના વિજય દિવસને આજે ર૦ વર્ષ પૂરા થયા છે આ પ્રસંગે સેનાધ્યક્ષે પણ કારગીલ યુધ્ધમાં શહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી.
કારગીલ યુધ્ધના વિજય દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી તથા વીર જવાનોની બહાદુરીને બીરદાવી હતી અને જણાવ્યું હતું કે તેઓ સાહસ, સૌર્ય અને સમર્પણની પ્રતિકરૂપ હતા. રાષ્ટ્રપતિ આજે કારગીલ યુધ્ધમાં વિજય મેળવ્યાના ર૦ વર્ષ પુરા થતા તેની ઉજવણીમાં ભાગ લેવા દ્રાસ જવાના હતા
પરંતુ ખરાબ હવામાનેન કારણે તેમણે તેમનો દ્રાસ જવાનો કાર્યક્રમ રદ કરેલ છે હવે તેઓ શ્રીનગર ખાતે યોજાયેલ શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ તથા સેનાધ્યક્ષે પણ કારગીલ યુધ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી.