લોનના હપ્તા ન ચુકવી શકતા ચોકીદારે આત્મહત્યા કરી
સુરત: કોરોનાની મહામારી વચ્ચે સતત લોકો બેકાર બની રહ્યા છે અને હજુપણ લોકોની ગાડી પાટા પર નથી ચડી. ત્યારે બેકાર બનેલા અનેક લોકોએ પોતાની આવક તો ગુમાવી છે. પોતે લીધેલી લોન ભરવામાં અસમર્થ રહેતા સુરત અમરોલી વિસ્તારમાં રહેતા એક આધેડે પોતાના ઘરમાં ગળે ફાસો ખાઇ અને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. આ બનાવની વિગત એવી છે કે સુરતના અમરોલી-જુના કોસાડ રોડ પર સ્વસ્તિક રો હાઉસની બાજુમાં રાધેશ્યામ રેસિડેન્સીમાં રહેતા ૬૫ વર્ષિય જીવરાજભાઇ ઠાકરશીભાઇ ભોજાણી હાલ રાધેશ્યામ રેસિડેન્સીમાં જ વોચમેન તરીકે નોકરી કરતાં હતાં.
જયારે તેમનો પુત્ર ધર્મેશ કાપડ માર્કેટમાંથી સાડીઓ લાવી ટિકી ચોંટાડવાના કામ સાથે સંકળાયેલો છે. પરંતુ કોવિડ-૧૯ કોરોના સંક્રમણના કારણે છેલ્લા ચાર મહિનાથી તેમણે રોજગારી ગુમાવવી પડી હતી. જેના કારણે રૂા. ૧૧ લાખની હોમલોનના હપતા તેઓ ચૂકવી શકતા ન હતાં. આ ઉપરાંત તેમણે રૂ. ૫૦ હજારની સરકારની આર્ત્મનિભર લોન લઇ લીધી હતી અને જાન્યુઆરીથી તેના હપતા પણ શરૂ થવાના હોવાના કારણે તેઓ હપ્તાના કારણે તેઓ ટેન્શન અનુભવતા હતા.
આખરે જિંદગીથી હતાશ થઇ જઇને તેમણે ગતરોજ મધ્યરાત્રીના ૨ઃ૩૦ કલાકે ઘરના ગળે ફાસો ખાઇએન જીવન ટૂંકાવી લીધું હતું જોકે આ ઘટાની જાણકારી મળતા પરિવાર લોકો તેમને હોસ્પિટલમાં ખસેડવામાં હતા જયાં તેઓનું વહેલી સવારે ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જોકે અમરોલી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. દરમિયાન સુરતમાં બે દિવસમાં આપઘાતના બે બનાવ બન્યા છે.
અન્ય એક કિસ્સામાં ખેડૂત કિરીટ પટેલે પોતાના પર દેવું વધી જતા વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. મૃતક કિરીટ ભાઈએ અંતિમ ચિઠ્ઠીમાં કોઈ મગન દેસાઈ નામના બિલ્ડરનો ઉલ્લેખ કર્યો હતો. બિલ્ડરે તેમની જમીન ખરીદી સમયસર રૂપિયા ન આપતા ખેડૂતે જીવન ટૂંકાવ્યું હતું. આમ સુરતમાં જુદા જુદા કારણોસર આ બનાવમાં આપઘાતની ઘટનાઓથી ચકચાર મચી ગઈ છે.