Western Times News

Gujarati News

 સ્કૂલ ફી ઘટાડવા મુદ્દે સરકાર સ્વતંત્ર નિર્ણય લે, સરકાર પાસે સત્તા છે

file

ખાનગી સ્કૂલો દ્વારા ફી ઉઘરાવવાનો મામલો, હાઇકોર્ટનો રાજ્ય સરકારને આદેશ

કોરોના મહામારીને કારણે 6 મહિનાથી સ્કૂલો બંધ છે અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ લોકડાઉનને કારણે વાલીઓની આર્થિક આવકને ફટકો પડ્યો હોવાથી હાલ ખાનગી સ્કૂલોની ફી ભરવાની સ્થિતિમાં નથી. બેફામ બનેલા ખાનગી સ્કૂલસંચાલકો ફીમાં રાહત આપવા તૈયાર નથી. આ અંગે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે ફી અંગે રાજ્ય સરકાર નિર્ણય કરે, સરકાર પાસે સત્તા છે.

હાઈકોર્ટે કહ્યું, અમને શા માટે મધ્યસ્થી બનવા કહો છો? ફી ઘટાડવા બાબતે મધ્યસ્થી બનવા સરકારે કરેલી અરજી સંબંધમાં હાઈકોર્ટે એવું પણ તારણ કર્યું હતું કે, સરકાર પોતે કેમ નિર્ણય લેતી નથી અને અમને મધ્યસ્થી બનાવવા માગે છે. હાઈકોર્ટે મધ્યસ્થી શા માટે બનવું જોઈએ અને સરકાર આ માટે પોતે જ નિર્ણય લે અને તેનો અમલ કરે. આ તારણો સાથે હાઈકોર્ટે મધ્યસ્થી બનવા અંગેની સરકારની અરજીનો નિકાલ કહ્યો હતો. હાઈકોર્ટે ફી ઘટાડવા અંગેનો અંતિમ નિર્ણય પણ સરકાર પર જ છોડ્યો હતો.

સંચાલકો FRCએ 5થી 12 ટકાનો જે ફી વધારો મંજૂર કર્યો એ જતો કરવા તૈયાર આ પહેલાં ફી ઉઘરાવવા મામલે સ્કૂલસંચાલકોની મનમાની સામે ગુજરાત સરકારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીના જવાબમાં સ્કૂલસંચાલકોએ અઠવાડિયા પહેલાં હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. આ સોગંદનામામાં રજૂઆત કરાઈ હતી કે વિદ્યાર્થીઓની ફી યથાવત્ રાખીને FRCએ સ્કૂલોને 5થી 12 ટકા જે ફી વધારો મંજૂર કર્યો હતો એ સંચાલકો જતો કરવા તૈયાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.