વડોદરા સ્થિત કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ્સનો IPO 21 સપ્ટેમ્બર, 2020ના રોજ ખુલશે
અમદાવાદ, સ્પેશ્યાલિટી કેમિકલ્સની અગ્રણી ઉત્પાદક, કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ 21 સપ્ટેમ્બર, 2020*ના રોજ તેની ઇનિશિયલ પબ્લિક ઓફર ઇક્વિટી શેર દીઠ Rs.338- 340ના પ્રાઇસ બેન્ડ સાથે ભરણાં માટે ખુલ્લી મૂકશે અને તે 23 સપ્ટેમ્બર, 2020ના રોજ બંધ થશે. એન્કર રોકાણકારો દ્વારા સબમિટ કરવામાં આવેલી બિડ્સ બિડ/ઇશ્યુ ખુલવાની તારીખ, 18 સપ્ટેમ્બર 2020ના એક કાર્યકારી દિવસ પહેલાં સબમિટ કરવામાં અને ફાળવવામાં આવશે.
કંપની હેક્સામીથાઇલડાઇસિલાઝેન (HMDS) અને ક્લોરોમિથાઇલ આઇસોપ્રોપાઇલ કાર્બોનેટ (CMIC) જેવા વિશેષ પ્રકારના રસાયણોની અગ્રણી ઉત્પાદક છે. જેમનો ઉપયોગમાં મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં થાય છે. તે અકાર્બનિક બ્રોમાઇડ્સનું ઉત્પાદન કરે છે, જે ઓઇલફિલ્ડ ઉદ્યોગમાં પૂર્ણતા પ્રવાહી તરીકે ઉપયોગમાં લેવાય છે.
ફ્રોસ્ટ એન્ડ સુલિવન રિપોર્ટ મુજબ, કંપની ભારતમાં એચએમડીએસની એકમાત્ર ઉત્પાદક હતી અને કેલેન્ડર વર્ષ 2019માં ઉત્પાદનની દ્રષ્ટિએ એચએમડીએસની ત્રીજી સૌથી મોટી ઉત્પાદક હતી. ઉપરાંત, ફ્રોસ્ટ એન્ડ સુલિવન રિપોર્ટની શરતો અનુસાર, કેલેન્ડર વર્ષ 2019માં કંપની સીએમઆઈસીના ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી ઉત્પાદક અને વિશ્વભરમાં બીજી સૌથી મોટી ઉત્પાદક હતી. તાજેતરમાં તેણે 2 નવા ઉત્પાદનો, 4 – ક્લોરોબ્યુટાઇરાઇલ ક્લોરાઇડ (‘4CBC’) અને 2,5 DHT (2,5-ડાયહાઇડ્રોક્સી-1, 4-ડિથિઅન) વિકસિત કર્યા છે અને જુલાઈ 2020માં તે 4 CBCનું પ્રથમ વેચાણ કરી ચૂકી છે.
ઇશ્યુ બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (કેપિટલ અને ડિસ્ક્લોઝર આવશ્યકતાઓના ઇશ્યુ)ના નિયમો, 2018ના રેગ્યુલેશન 6(1) અનુસાર,સુધાર્યા મુજબ, કરવામાં આવી રહ્યો છે, જ્યાં ક્યૂઆઈબીને ફાળવણી ઇશ્યુના કદના 50% કરતા વધારે નથી, બિન-સંસ્થાકીય બિડર્સ ઇશ્યુના કદના 15% કરતા ઓછા નથી અને રીટેલ વ્યક્તિગત બિડરો ઇશ્યુના કદના 35% કરતા ઓછા નથી.
નાણાકીય વર્ષ 2020માં કંપનીને Rs.70.26 કરોડના EBITDA સાથે કામગીરીમાંથી થયેલી આવક Rs.262.05 કરોડ અને વેરા પછીનો નફો Rs.48.85 કરોડ થયો છે. FY18 અને FY20 વચ્ચે તેણે વેચાણમાં તે 29% CAGR EBITAમાં 25% અને PATમાં 36% વૃદ્ધિ કરી છે. 31 માર્ચ, 2020 સુધીમાં કંપનીની કુલ લોનો Rs.44.51 કરોડ હતી, જ્યારે ડેટ ઇક્વિટી રેશિયો 0.31 હતો.
ઉપરાંત, કંપનીના તેના મુખ્ય ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધો છે, જેમાં લૌરસ લેબ્સ લિમિટેડ, હેટેરો લેબ્સ લિમિટેડ, ઓરોબિન્દો ફાર્મા લિમિટેડ, મેક્લીઓડ્સ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, લેન્ટેક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, વિવિન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, ઇન્ડ-સ્વિફ્ટ લેબોરેટરીઝ લિમિટેડ, વોટર સિસ્ટમ્સ સ્પેશિયાલિટી કેમિકલ ડીએમસીસી, સીસી ગ્રેન લિમિટેડ લાયબિલિટી કંપની, શ્રી રાધા ઓવરસીઝ જેવા નામોનો સમાવેશ થાય છે અને તે યુએસ, જર્મની, ઇટલી, દક્ષિણ કોરિયા, પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના, જાપાન, યુનાઇટેડ આરબ અમીરાત, સર્બિયા, રશિયા, સ્પેન, થાઇલેન્ડ અને મલેશિયાને આવરી લેતા વૈશ્વિક બજારોમાં તેના ઉત્પાદનોની નિકાસ પણ કરે છે.
કંપની નવા ઇશ્યુમાંથી મળનારી ચોખ્ખી ઉપજનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ સુવિધાના વિસ્તરણમાં મૂડી ખર્ચ માટે, કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવા વિચારે છે. ઇશ્યુ માટેના BRLMs ઇન્ટેસિવ ફિસ્કલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ અને એમ્બિટ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ છે.