થાલી વગાડલી દિવો પ્રગટાવો તેના કરતા વધુ જરૂરી વોરિયર્સની સુરક્ષા અને સમ્માન:રાહુલ
નવીદિલ્હી, કોરોના વાયરસ મહામારીને લઇ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એકવાર ફરી સરકાર પર નિશાન સાધ્યું છે હકીકતમાં સરકારે સંસદમાં લેખિત નિવેદનમાં કહ્યું હતું કે આરોગ્ય મંત્રાલયની પાસે કોવિડ ૧૯થી સંક્રમિત થનારા અને જીવ ગુમાવનારા આરોગ્ય કર્મચારીઓની બાબતમાં ડેટા નથી રાહુલ ગાંધીએ એક ખાનગી ટીવીના અહેવાલને શેયર કરતા સરકારને સવાલ કર્યર્ો કે મોદી સરકાર કોરોના વોરિયર્સનું આટલું અપમાન કેમ.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું પ્રતિકૂળ ડેટા મુકત મોદી સરકાર.થાળી વગાડવી દિવો પ્રગટાવવો તેનાથી જરૂરી છે તેમની સુરક્ષા અને સમ્માન.મોદી સરકાર કોરોના વોરીઅરનું આટલું અપમાન કેમ. એ યાદ રહે કે મંગળવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજયમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજયસભામાં લેખિત નિવેદનમાં કહ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની પાસે કોરોના વાયરસથી સંક્રમિત થનારા અને જીવ ગુમાવનારા આરોગ્ય કેયર સ્ટાફ જેવા ડોકટરો,નર્સ અને આશા વર્કર વગેરેના ડેટા નથી.
ચૌબેએ કહ્યું હતું કે આરોગ્ય રાજયનો વિષય છે આથી ડેટા કેન્દ્રીય સ્તર પર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રાખતુ નથી જાે કે આવા લોકો જે વડાપ્રધાન ગરીબ કલ્યાણ ઇશ્યોરેંસ પેકેજ હેઠળ રાહત માંગી રહ્યાં છે તેમના ડેટાબેસ રાષ્ટ્રીય સ્તર પર રાખવામાં આવી રહ્યાં છે. ૩૦ માર્ચે વડાપ્રધાન ગરીબ કલ્યાણ પેકેજ ઇશ્યોરેંસ યોજના લોન્ચ કરવામાં આવી હતી આ કેન્દ્ર સરકારની યોજના છે આ યોજના હેઠળ એવા હેલ્ખ કેયર વર્કર જેને કોરોના દર્દી અને તેની સારસંભાળ માટે તેમના સંપર્કમાં આવવાથી પડે છે અને તેના માટે સંક્રમિત થવાનો ખતરો તેમના પર બનેલ રહે છે તેમને ૫૦ લાખ રૂપિયાનો ઇશ્યોરેંસ કવર મળે છે તેમાં કોરોના સંક્રમણને કારણે થનાર મોત સામેલ છે.HS