મને ત્રણ મહીનાથી જેલમાં મોકલવા ઉદ્વવ સરકાર તત્પરઃ અર્નબ ગોસ્વામી
મુંબઇ, બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુત કેસને લઇ મીડિયામાં ચર્ચા શરૂ થઇ છે આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેની સરકાર તરફથી રિપબ્લિક મીડિયા નેટવર્કના સંપાદક અર્નબ ગોસ્વામીને વિશેષાધિકાર ભંગની નોટીસ મોકલવામાં આવી છે.આ નોટીસને લઇ વરિષ્ઠ પત્રકાર અર્નબ ગોસ્વામીએ રિપબ્લિક ભારત પર પોતાના કાર્યક્રમ પુછતા હૈ ભારતમાં ડિબેટ દરમિયાન ઉદ્વવ સરકાર પર નિશાન સાધ્યું હતું અને આ નોટીસ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
ગોસ્વામીએ કહ્યું કે ઉદ્વવ ઠાકરેની મહારાષ્ટ્ર સરકાર અને મહારાષ્ટ્ર વિધાનસભાએ મને થોડા દિવસ પહેલા ૬૦ પાનાની નોટીસ મોકલી છે. મને ધમકી આપવામાં આવી છે કે મેં જાે સુશાંત અને દિશા કેસથી જાેડાયેલા સવાલ પુછ તો તો ખોટું છે વિધાનસભામાં મારી વિરૂધ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવાની ધમકી આપવામાં આવી આ લોકો કહી રહ્યાં છે કે મે વિશેષાધિકાર ભંગ કર્યું છે.
ગોસ્વામીએ કહ્યું કે ઉદ્વવ ઠાકરેજી આ દેશનું બંધારણ મને સવાલ પુછવાનો અધિકાર આપે છે હું જેલમાં જવા તૈયાર છું તમે શું ઇચ્છો છો.તડપી રહ્યાં છો ત્રણ મહીનાથી મને જેલમાં મોકલવા માટે તો ઉદ્વવજી સાંભળી લો જેલ જવા હું તૈયાર છું. મારા રિપોર્ટરને જેલ મોકલી શું હકીકત છુપાવી શકશો નહીં હું સવાસ પુછીશ કારણ કે આ લોકતંત્ર છે તાનાશાહી નથી સવાલ પુછવાનો હક મને આપણું લોકતંત્ર અમાણુ બંધારણ આપે છે. તમે ૬૦ પાનાની નોટીસ મોકલી ખુબ પરિશ્રમ કર્યું હું સુશાંત માટે લડી રહ્યો છું મે કોઇ વસ્તુનું હનન કર્યું નથી મે કાંઇ ખોટું લાગતુ નથી હું માફી માંગવાનો નથી.
તેમણે કહ્યું કે આ કેસમાં તપાસ થશે અને સચ્ચાઇ તાકિદે સામે આવશે હું જાહેરમાં કહુ છું કે આ કેસમાં મારી પાસે ૨૦થી ૨૫ પુરાવા આવવાના હજુ બાકી છે. સચ્ચાઇ તો હું બહાર લાવીને જ રહીશે. તેમણે કહ્યું કે આજે મુખ્યમંત્રીને એક સદેશ આપવા માંગુ છું તે પત્ર મોકલે છે હું આમને સામને વાત કરૂ છું ઉદ્વવ ઠાકરેજી જાે તમે મારા ઇરાદા ચકાસવા માંગતા હોય તો સમજી લો લોખંડી છે. આ નોટીસથી તે ડરે છે જેમણે ડરાવવાનું કામ કર્યું છે અમે જનતાના અવાજને ઉઠાવવાનું કામ કર્યું છે જનતા અમારી સાથે છે.HS