વિધાનસભા સત્રમાં ૨૦ જેટલા કાયદાઓ લવાશે : પ્રદીપસિંહ જાડેજા
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ૨૧મી સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા સત્ર સંદર્ભમાં આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. કોરોનાના સમયગાળામાં યોજાનાર બેઠક અને વિધાનસભા સત્રમાં સોશિયલ અંતર સહિતના મુદ્દાઓ જળવાઇ રહે એ માટે પણ આજે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાનારી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ સંસદીય બાબતોના કેબિનેટ મંત્રી ભુપેન્દ્સિંહ ચુડાસમા સંસદીય બાબતોના રાજયકક્ષાના મંત્રી પ્રદીપસિંહ જાડેજા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર વગેરે હાજર રહ્યાં હતાં.
ગૃહ મંત્રી જાડેજાએ કહ્યું હતું કે આગામી ૨૧ તારીખે શરૂ થનારી વિધાનસભાના એજન્ડા માટે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી બંધારણીય રીતે છ મહિનામાં વિધાનસભાનું સત્ર બોલાવવું પડે તે અંતર્ગત ચોમાસુ સત્ર બોલાવવામાં આવ્યું છે આ કાર્યવાહીમાં આજે ચર્ચા થઇ કે રાજયનું સમગ્ર તંત્ર કલેકટર ડીડીઓ આરોગ્ય કર્મચારીઓ રાજયમાં કોરોનાના અટકાવવામાં કામે લાગ્યું છે.
તેમણે કહ્યું કે લોકસભામાં અંદર પણ પ્રશ્નોતરીનો સમાવેશ કરવામાં આવ્યો નથી તો તે અંતર્ગત જે ફિલ્ડમાં કામ કરી રહ્યું છે તેમને અવરોધ ઉભો થાય તે માટે પ્રશ્નોતરી રાખવામાં આવી નથી પણ ટુંકી મુદ્તના પ્રશ્ન લેવામાં આવશે,.તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોરોના અટકાવવા માટે કામગીરી કરવામાં આવી છે તેને યોગ્ય રીતે લોકો સુધી પહોંચાડવા માટે રાજય સરકારે સામે ચાલીને કોરોના વોરિયર્સ માટે સહકારી સંકલ્પ સાથે અઢી કલાકની ચર્ચા ફાળવવામાં આવી છે. ગરીબ ખેડૂતોની જમીનો દસ્તાવેજાે ભૂમાફિયાઓ અટકાવવા માટેનો કાયદો સહિતના કાયદાઓ વિધાનસભાના સત્રમાં રજુ કરવામાં આવશે. ગુજરાતમાં કયાંય પણ કોઇ ગુંડાગીરી કરીને પ્રજાને હેરાન ન કરે તેના માટે ગુંડાના મુદ્દે કાયદો પણ લાવવામાં આવશે. આ ઉપરાંત એપીએમસી સુધારા સહિતના કાયદાઓ પણ લવાશે ધારાસભ્યોના વેતનમાં ૩૦ ટકાના કાપનું વિધેયક પણ લેવામાં આવશે આમ આ સત્ર એતિહાસીક બનશે ૨૦ જેટલા કાયદાઓ લવાશે
તેમણે કહ્યું કે પાંચ દિવસમાં વિધાનસભાની છ બેઠકો યોજાશે સંસદજની અંદર પણ કોરોનાને કારણે પ્રશ્નોતરી યોજવામાં આવવાની નથી એ રીતે ગુજરાત વિધાનસભાના સત્રમાં પણ પ્રશ્નોતરી નહીં થાય આ સરકાર કોઇ પણ પ્રશ્ને ચર્ચા કરવામાં જરાય ગભરાતી નથી પણ કોરોના સંક્રમણને અટકાવવા માટે એટલા માટે આ નિર્ણય લેવાયો છે દેશમાં કોરોના સમયમા ંસરકારે ઉત્તમ પ્રમાણે કામગીરી કરી છે.