કિસાન બિલના વિરોધમાં કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરનુંં રાજીનામુ
નવીદિલ્હી, કિસાન બિલના વિરોધમાં શિરોમણી અકાલી દળના સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે સરકારમાંથી રાજીનામુ આપી દીધુ છે.આ પહેલા શિરોમણી અકાલી દળના સાંસદ અને પાર્ટી અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે લોકસભામાં હરસિમરતના રાજીનામાની વાત કરી હતી શિરોમણી અકાલી દળ સતત કૃષિ સંબંધિત વિધેયકોનો વિરોધ કરી રહી છે આ પહેલા પોતાની સહયોગી ભાજપને પરોક્ષ ચેતવણી આપતા શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે કહ્યું હતું કે તેમની પાર્ટી ખેડૂતોના હિત માટે બધું જ કુર્બાન કરી શકે છે.
સુખબીરે કહ્યું કે કૃષિ સંબંધિત ત્રણ વિધેયકોને જયાં સુધી કૃષિ સંગઠન ખેડૂતો અને ખેત મજુરોની બધી સમસ્યાઓનો ઉકેલ નહીં થાય ત્યાં સુધી તેને સંસદની મંજુરી માટે રજુ કરવું જાેઇએ નહીં પંજાબના ફિરોઝપુરના સાંસદે લોકસભામાં આવશ્યક વસ્તુ સુધારા વિધેયક ૨૦૨૦ વિરૂધ્ધ એમ કહેતા વોટ કર્યો હતો કે આ પ્રસ્તાવિત કાનુ ખેડૂતોના હિતોની વિરૂધ્ધ છે.