તમામ પાર્ટીઓએ એક થઇ કિસાન વિધેયકોનો વિરોધ કરવો જોઇએ: અરવિંદ કેજરીવાલ
નવીદિલ્હી, લોકસભામાં પાસ થઇ ચુકેલા ત્રણ કિસાન વિધેયકોને લઇ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ મેદાનમાં આવ્યા છે. કેજરીવાલે કિસાનોના વિરોધ પ્રદર્શનને સમર્થન આપતા કહ્યું કે કેન્દ્ર સરકાર આ વિધેયકો કિસાનોને મોટી કંપનીઓના હાથોમાં શોષણ માટે છોડી દેશે તેમણે તમામ વિરોધ પક્ષોને રાજયસભામાં એક થઇ તેનો વિરોધ કરવા માટે જણાવ્યું છે.
કેજરીવાલે પોતાના ટ્વીટમાં લખ્યું કેન્દ્રના ત્રણ વિધેયકો કિસાનોને મોટી કંપનીઓના હાથોમાં શોષણ છોડી દેશે મારી તમામ બિન ભાજપી પાર્ટીઓને વિનંતી છે કે રાજયસભામાં એક થઇ આ વિધેયકનો વિરોધ કરવામાં આવે અને સુનિશ્ચિત કરવામાં આવે કે તમારા તમામ સાંસદ હાજર રહે અને વોકઆઉટનો નાટક ના કરે સમગ્ર દેશના કિસાન તમને જાેઇ રહ્યાં છે.
એ યાદ રહે કે લોકસભામાં ત્રણેય કિસાન વિધેયક પાસ કરાવવામાં આવ્યા છે હવે તેને રાજયસભામાં રજુ કરવાના છે.ગુરૂવારે આ બિલ પાસ થયા બાદ વિરોધ પક્ષોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. પાર્ટીઓએ આ વિધેયકોને કિસાન વિરોધી બતાવ્યો હતો પંજાબ અને હરિયાણાના કિસાન જુનમાં કિસાન અધ્યાદેશ લાવ્યા બાદથી જ વિરોધ કરી રહ્યાં છે ચોમાસુ સત્ર શરૂ થયા બાદ તેના વિરોધ પ્રદર્શન માર્ગો પર થવા લાગ્યા છે. કેન્દ્રના આ વિધેયકોની સામે પ્રદર્શન એટલું ઉગ્ર થઇ ગયું છે કે ભાજપની સૌથી જુની સાથી શિરોમણી અકાલી દળના એક માત્ર કેબિનેટ મંત્રી હરસિમરત કૌરે અધ્યાદેશના વિરોધમાં રાજીનામુ આપ્યુ છે.HS