Western Times News

Gujarati News

બિહાર ચુંટણી: ચાર ડઝન બેઠકો પર હાર જીત મુસ્લિમ નક્કી કરે છે

પટણા, ઓકટોબર નવેમ્બરમાં બિહાર વિધાનસભા ચુંટણી યોજનાર છે. આવામાં તમામ રાજકીય પાર્ટી સામાજિક સમીકરણોને સાધવામાં લાગ્યા છે રાજયના મુખ્ય વિરોધ વિરોધ પક્ષ રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવ મુસ્લિમ યાદવ સમીકરણના કારણે ૧૫ વર્ષ સુધી શાસન કરી ચુકયા છે.હજુ પણ રાજદ આ સામાજિક સમીકરણના કારણે સત્તામાં વાપસીના સપના જાેઇ રહી છે પરંતુ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમની એન્ટ્રીથી રાજદના નેતૃત્વવાળા મહાગઠબંધનના સમીકરણ બગડવાની આશંકા છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

રાજયમાં મુસ્લિમ વસ્તી ૧૬ ટકા અને યાદવોની વસ્તી ૧૪ ટકાની નજીક છે રાજદ તેને પોતાની પરંપરાગત વોટ બેંક સમજે છે રાજય વિધાનસભાની ૨૪૩ બેઠકોમાંથી ૪૭ વિધાનસભા બેઠકો (લગભગ ચાર ડઝન) એવી છે જયાં મુસ્લિમ વસ્તીના ૨૦થી ૪૦ ટકા સુધી છે અને આજ સામાજિક વર્ગ ત્યાં ચુંટણીમાં ઉમેદવારની હાર જીત નક્કી કરે છે.

જાે કે રાજયમાં રાજનીતિક સમીકરણ અને ગઠબંધન ૨૦૧૦ની વિધાનસભા ચુંટણી જેવી છે આથી આશા કરવામાં આવી રહી છે કે તેના અનુસાર વોટીંગ પેટર્ન હશે વર્ષ ૨૦૧૫માં સત્તાધારી જદયુ અને ભાજપે અલગ અલગ ચુંટણી લડી હતી નીતીશકુમારની પાર્ટીએ લાલુ પ્રસાદ અને કોંગ્રેસની સાથે મળી ચુંટણી લડી હાલ જદયુ ફરી ભાજપની સાથે આવી ગઇ છે ૨૦૧૦માં પણ ભાજપ અને જદયુએ મળી ચુંટણી લડી હતી.

૨૦૧૦ના ચુંટણી પરિણામોના આંકડા પર નજર રાખવામાં આવે તો ૪૦ ટકાથી વધુ મુસ્લિમ વસ્તીવાળી ૧૧ બેઠકોમાંથી પાંચ એનડીએ ભાજપ ચાર અને જદયુને એક બેઠક પર જીત મળી હતી રાજદને ફકત એક બેઠક મળી હતી જયારે બે પર કોંગ્રેસનો કબજાે રહ્યો આ બેઠકો સીમાંચલ અને કોશી વિસ્તારની હતી જયાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી કેન્દ્રીત છે ૩૦થી ૪૦ ટકા મુસ્લિમ વસ્તીવાળી સાત વિધાનસભા બેઠકો છે ૨૦૧૦માં એનડીએમાં તેમાંથી છ ભાજપ પાંચ અને જદયુ એક બેઠક જીતી હતી. રાજયમાં ૨૦થી ૩૦ ટકા મુસ્લિમ વસ્તી વાળી ૨૯ વિધાનસભા બેઠકો છે તેમાંથી ૨૭ પર એનડીએ ભાજપ ૧૬ અને જદયુ ૧૧ જીત હાંસલ કરી હતી રાજદને ફકત એક બેઠક મળી હતી મુસ્લિમ બહુમતિવાળી કુલ ૪૭ બેઠરોમાંથી ૩૮ પર એનડીએની જીત થઇ હતી.

માનવામાં આવી રહ્યું છે કે તીન તલાક નાગરિકતા સુધારા કાનુન કલમ ૩૭૦ હટાવવાના મોદી સરકારના નિર્ણય બાદ મુસ્લિમ મતનો ઝુકાવ રાજદ કોંગ્રેસ વાળા ગઠબંધન તરફ હોય પરંતુ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ રાજયમાં ૨૨ મુસ્લિમ બહુમતિવાળા જીલ્લાની ૩૨ વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. ૨૦૧૫માં પણ ઓવૈસીની પાર્ટીએ છ બેઠકો ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા હતાં પરંતુ જનતાએ તેમને નકારી દીધા હતા. બાદમાં એક બેઠક પર થયેલી પેટાચુંટણીમાં એએઇએમઆઇએમની જીત થઇ હતી. તેનાથી પાર્ટી ઉત્સાહિત નજરે પડી રહી છે. હવે તેણે ૩૨ બેઠકો પર લડવાનું નક્કી કર્યું છે. તેમાંછથી એક તૃત્યાંશ બેઠકો પર હાલ રાજદના નેતૃત્વવાળી મહાગઠબંધનના કબજામાં છે તેમાંથી સાત રાજદ, બે પર કોંગ્રેસ અને એક પર સીપીઆઇના ધારાસભ્ય છે અને આ તમામ મુસ્લિમ ચહેરા છે આવામાં જાે ઓવૈસીના ઉમેદવાર ઉતારવામાં આવશે અને મુસ્લિમો વચ્ચે જનાધાર વધારવામાં સફળ રહેશે તો મહાગઠબંધનનો માર્ગ મુશ્કેલ બની શકે છે.જાે લાભ જદયુ અને ભાજપને થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.