એનસીબીએ ચાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ સીઝ કર્યું
હજુ સુધી જેટલાં પણ ડ્રગ પેડલર પકડાયા ગયા છે તેમનું કનેક્શન શોવિક તેમજ અભિનેત્રી રિયા ચક્રવર્તી સાથે છે
નવી દિલ્હી, બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસ દરમિયાન ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદથી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો એનસીબી તાબડતોડ છાપામારીની કાર્યવાહી કરી છે. શુક્રવારે એનસીબીની ટીમે આ મામલે એક મોટા ડ્રગ પેડલરની ધરપકડ કરી લીધી છે. રાહિલ વિશ્રામ નામનાં આ ડ્રગ પેડલરની પાસેથી એનસીબીએ આશરે ૧ કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સની કિંમત ૩થી ૪ કરોડ રૂપિયાની આસપાસ આંકવામાં આવી છે. આ ઉપરાંત એનસીબીની ટીમને રાહિલનાં ઘરેથી ૪.૫ લાખ રૂપિયા રોકડા પણ મળ્યાં છે. અત્યાર સુધીનાં સમાચાર મુજબ રાહિલને બોલિવૂડ સેલિબ્રિટીઝની સાથે ડાઇરેક્ટ સંપર્ક હતો અને તે બોલિવૂડની પાર્ટીઝમાં પણ આવતો જતો હતો. રિયા ડ્રગ્સ કેસમાં એનસીબીનીટીમ મુંબઇ ઉપરાંત ગોવા સુધી ડ્રગ નેટવર્કની તપાસમાં લાગેલી હતી. અત્યાર સુધી જેટલાં પણ ડ્રગ પેડલર પકડાયા ગયા છે તેમનું કનેક્શન શોવિક અને રિયા સાથે છે. એનસીબીની ટીમ ઇચ્છે છે કે તે આ પેડલર દ્વારા આખી ચેન અંગે માહિતી મેળવે. મુંબઇની સાથે સાથે દેશમાં ક્યાં ક્યાં ડ્રગ્સનું નેટવર્કનો ખુલાસો થઇ શકે. એનસીબીનાં ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને તેમની ટીમે મુંબઇનાં પવઇમાં છાપો માર્યો અને બેથી ત્રણ લોકોની અટકાયત કરી લીધી છે. આ તમામની પાસેથી ટીમને ૫૦૦ ગ્રામની આસપાસનું બડ મળ્યું છે.એક ગ્રામ બડનો ભાવ ૬થી ૮ હજાર રૂપિયાની વચ્ચે હોય છે. કહેવાય છે કે, બજારમાં આ સંપૂર્ણ બડનો ભાવ આશે ૩૦થી ૪૦ લાખ રૂપિયાની આસપાસ હોય છે.SSS