રૂ. 6.71 લાખથી શરૂ થતી કિયા સોનેટ ભારતમાં લોન્ચ કરાઇ
· 2 ટ્રીમ લાઇન્સમાં રજૂ કરાઇ – ટેક લાઇન જે HTE, HTK, HTK+, HTX અને HTX+ વેરિયાંટ્સ ઓફર કરે છે અને GTX+ વેરિયાંટસાથે GT લાઇન સેગમેન્ટમાં સૌપ્રથમ
· ડીઝલ 1.5 WGT 6MT માટે લિટરદીઠ 24.1, ડીઝલ 1.5 VGT 6AT માટે લિટરદીઠ 19.0 અને સ્માર્ટસ્ટ્રીમ (સામાન્ય ટેસ્ટની સ્થિતિમાં) G1.2 5MT માટે લિટરદીઠ 18.4ના દ્રષ્ટાંતરૂપ કિમી
કિયા મોટર્સ કોર્પોરેશનની સંપૂર્ણ માલિકીની પેટાકંપની કિયા મોટર્સ ઇન્ડિયાએ તેની સૌપ્રથમ કોપેક્ટ એસયુવી, તદ્દન નવી એવી કિયા સોનેટને આજે લોચ કરી છે. સોનેટ એન્ટ્રી લેવલ HTE સ્માર્ટસ્ટ્રીમ G1.2 5MT વેરિયાંટનું અત્યંત સ્પર્ધાત્મક કિંમત રૂ. 6,71,000 (એક્સશોરૂમ, ભારત) સાથે ડેબ્યૂ દર્શાવે છે. વિશ્વ માટે ભારતમાં બનાવવામાં આવેલ કિયા સોનેટને પાવરટ્રેઇન્સ અને ટ્રીમ્સના સંદર્ભમાં તેની કેટેગરીમાં બહોળી વેરાયટી સાથે ઓફર કરવામાં આવી છે. સંપૂર્ણ રીતે જોઇએ તો સોનેટને બે પેટ્રોલ એન્જિન્સ, બે ડીઝલ એન્જિન્સ (WGT અને VGT કંફીગરેશન્સ), પાંચ ટ્રાન્સમિશન્સ અને બે ટ્રીમ લેવલ્સ- ટેક લાઇન અને GT લાઇન સહિત 17 વેરિયાંટ્સમાં ઓફર કરવામાં આવી રહી છે. તેનાથી વધુમાં સોનેટને એક ધોરણ તરીકે વ્યાપક યાદીથી લોડ કરવામા આવી છે તેમજ અદ્યતન કિયો UVO કનેક્ટ ઇન-કાર ટેકનોલોજી સાથે ઓફર કરવામાં આવી રહી છે.
કંપની આ ઉપરાંત અત્યાર સુધીમાં તેની નવી કોમ્પેક્ટ એસયુવી મટે વિક્રમી 25000 બુકીંગ્સ મેળવ્યુ હોવાની પણ જાહેરાત કરી છે, જેણે દેશમાં આ સેગમેન્ટ માટે નવા માપદંડો સ્થાપિત કર્યા છે. સૌપ્રથમ ભારતીય ગ્રાહકોને ઓફર કરાયેલ સોનેટનું ઉત્પાદન આંધ્રપ્રદેશના અનંતપુર ખાતેના અદ્યતન ઉત્પાદન એકમમાં 300,000 યુનિટ્સની ઉત્પાદન ક્ષમતા સાથે ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જે કિયાને ભારતીયો દ્વારા તેમજ આંતરરાષ્ટ્રીય ગ્રાહકોની વધી રહેલી માગને સરળતાથી પહોંચી વળવામાં સહાય કરશે.
આ પ્રસંગે ટિપ્પણી કરતા કિયા મોટર્સ ઇન્ડિયાના એમડી અને સીઇઓ શ્રી કૂખ્યૂને જણાવ્યું હતુ કે “પહેલેથી પ્રાપ્ત કરવામાં આવેલ ઉત્સાહજનક પ્રારંભને જોતા અમે ભારતમાં વિશ્વ માટે બનાવવામાં આવેલી કાર એવી કિયાની તાજેતરની સોનેટને રજૂ કરતા ભારે આનંદ અનુભવીએ છીએ.
ખુશી આપવા માટે આક્રમક કિંમત નક્કી કરવામાં આવી છે અને યુવાનો અને દિલથી યુવાન એવા સોનેટના ગ્રાહકોને અતુલ્ય મૂલ્ય પ્રદાન કરે છે. આ કેટેગરીમાં આવતા પ્રત્યેક ગ્રાહકો માટે સોનેટ યોગ્ય બની રહે તેની ખાતરી કરવાના અમારા પ્રયત્નો હોવાથી આ સેગમેન્ટમાં સૌથી બહોળી પસંદગી ઓફર કરવામાં આવી રહી છે. તેની શ્રેષ્ઠ લાક્ષણિકતાઓ, લાગણીયુક્ત ડિઝાઇન, અપવાદરૂપ ગુણવત્તા અને અદ્યતન ટેકનોલોજી સાથે સોનેટ ફરી એક વાર કિયાના “ધી પાવર ટુ સરપ્રાઇસ”ની પ્રતિબદ્ધતાને જીવંત બનાવે છે. આ બાબત દેશમાં કોમેપ્ક્ટ એસયુવી સેગમેન્ટમાં ક્રાંતિ લાવશે તેની અમને ખાતરી છે.”
“આપણે જ્યારે કસોટીરૂપ સમયમાંથી ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે સોનેટને ભારતમાં લોન્ચ કરવી તે કિયાની ભારતીય અને વૈશ્વિક ટીમ્સની કોવિડ-19 જેવી મહામારીમાં પણ અતુલ્ય સ્થિતિસ્થાપકતા અને સખત મહેનતનું પરિણામ છે. અમારા અદ્યતન અનંતપુર ખાતેના પ્લાન્ટના કર્મચારીઓના પ્રયત્નોની પ્રશંસા કરવાનું પણ મને ગમશે જેઓએ દેશ આખામાં આતુર ગ્રાહકોના ઘર સુધી અને બાદમાં વિશ્વમાં પહોંચે તે માટે નવી સોનેટના વિક્ષેપ વિનાનું ઉત્પાદન પૂરુ પાડવા માટે સખત મહેનત કરી છે. ટેકનોલોજીકલ હોંશિયારી અને વૈશ્વિક કક્ષાની ભારતમાંથી પેદા થતી ગુણવત્તા સાથે એડવાન્સ્ડ પ્રોડક્ટસને વિકસાવવાની કિયાની પ્રતિબદ્ધતાનું આ પ્રમાણ છે.” એમ તેણે ઉમેર્યુ હતુ.
સંશોધન અને સ્ટાઇલીશ દેખાવનું સંપૂર્ણ મિશ્રણ એવી નવી કિયા સોનેટ વિશ્વાસપૂર્ણ કોમ્પેક્ટ બોડીમાં વિશિષ્ટ વલણ ધરાવે છે. તેમાં લાગણીશીલ સ્ટાઇલીંગના કિયાના ડીએનએનો પણ મજબૂત માર્ગ હાજરીના સર્જન માટે પ્રિમીયમ અને યૌવનભરી અપીલની સાથે સમાવેશ થાય છે. 2020માં જે કાર લોન્ચીંગની આશા સેવાતી હતી તેમાંની એક એવી કિયા સોનેટને ટેક લાઇનના ડ્યૂઅલ ટ્રીમ કંસેપ્ટ અને GT-લાઇન સેગમેન્ટમાં સૌપ્રથમ તેમજ આ સેગમેન્ટમાં દરેક જરૂરિયાતને સહજ રીતે જ લાગુ પડતા મલ્ટીપલ પાવરટ્રેઇનના વિકલ્પ સાથે રજૂ કરવામાં આવી રહી છે. GT-લાઇન સ્પેસિફિરકેશન એવા ગ્રાહકો માટે છે જેમને પોતાની સોનેટને અંદર અને બહાર સ્પોર્ટીનેસ અને ‘રેસી’ અપીલનો અંશ ઉમેરવાની ઇચ્છા છે.
બે પેટ્રોલ એન્જિન્સ – વર્સેટાઇલ સ્માર્ટસ્ટ્રીમ 1.2 લિટર ફોર સિલીંડર અને શક્તિશાળી 1.0 T-GDi (ટર્બોચાર્જ્ડ પેટ્રોલ ડીયરેક્ટ ઇજેક્શન) – બે કાર્યક્ષમ 1.5 લિટર CRDi ડીઝલ એન્જિન (WGT અને VGT કંફીગરેશન્સ) સાથે ઓફર કરવામાં આવી રહી છે. સોનેટ પાંચ ટ્રાન્સમિશન વિકલ્પો સાથે આવે છે જેમાં પાંચ અને છ સ્પીડ મેન્યુઅલ્સ, સહજ સાત સ્પીડ DCT, છ-સ્પીડ ઓટોમેટિક અને કિયાના ક્રાંતિકારી નવા છ-સ્પીડ સ્માર્ટસ્ટ્રીમ ઇન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન (iMT)નો સમાવેશ થાય છે. બાદનું કિયાની ટેકનોલોજીકલ સિદ્ધિ છે, જે થાક વિનાનુ ડ્રાઇવીંગ ઓફર કરે છે જે ક્લચ પેડલના અભાવને આભારી છે તેમ છતાં પરંપરાગત મેન્યુઅલ ટ્રાન્સમિશન તરીકે ડ્રાઇવનો સમાન અંકુશ રહે છે. આ સેગમેન્ટમાં સૌપ્રથમ વખત 1.5 CRDi ડીઝલ મોટર છ-સ્પીડ ઓટોમેટીક ટ્રાન્સમિશન સાથે પણ ઉપલબ્ધ છે.
કિયા સોનેટ આકર્ષક આઠ વિશિષ્ટ કલર્સ અને ત્રણ ડ્યૂલ વિકલ્પો સાથે આવે છે જે તેની શક્તિશાળી ડિઝાઇન ભાષાને જીવનમાં ઉતારે છે. કિયા સોનેટના ઇન્ટેરિયર્સની એક સાથે આરામ અને લક્ઝરી આપી શકાય તે રીતે કરવામાં આવી છે, જેમાં સારી રીતે ઇન્સ્ટોલ કરાયેલ અને વપરાશમાં સરળ એવી જોડાયેલ ઇન્ફોટેઇનમેન્ટ અને ક્લસ્ટર સાથે તેની આસપાસ ઉચ્ચ ગુણવત્તાવાળી સામગ્રીનો સમાવેશ થાય છે. કોમ્પેક્ટ એક્સટેરિયર ડાયમેન્શન્સ હોવા છતાં સોનેટનું ઇન્ટેરિયર્સ વિશાળ એર્ગોનોમિક જગ્યા દરેક પેસેન્જર્સ માટે ઓફર કરે છે.