જંબુસર ગામવાડીમાં ગટરો ઉભરાતાં રહીશોમાં રોષ
(વિરલ રાણા દ્વારા) જંબુસર નગરની ગામવાળી કાછીયા પટેલ વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વખત વખત રજૂઆતો કરવા છતાંય ગટર સમસ્યાનો ઉકેલ નહીં આવતાં રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઈ છે.
જંબુસર નગરમાં ઠેર ઠેર ગંદકી ગટરના પાણી સહિતની સમસ્યાઓ વખત વખત ઉદભવતી હોય છે.તંત્ર દ્વારા નગરની સમસ્યા ઉકેલાતી ન હોય પાલિકા તંત્ર વિરુદ્ધ જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.
જંબુસર નગર વોર્ડ નંબર સાત ગામ વાડી કાચા પરેલ વિસ્તારમાં છેલ્લા છ માસ ઉપરાંતથી ગટરના ગંદા પાણી ઉભરાતા હોય વારંવાર પાલિકા તંત્રને ગટર પ્રશ્ને સ્થાનિક રહીશો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં ગટરની સમસ્યાનો કોઈ નિવેડો આવતો નથી.
હાલ કોરના મહામારી ચાલી રહી છેઠેર ઠેર લોકો બિમારીનો ભોગ બની રહ્યા છે. છતાંય પાલિકા સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી. ગટરના ગંદા પાણી સતત વહેતા રહેતા હોય તીવ્ર અસહ્ય દુર્ગંધને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સફાઈ કરવા આવતા કર્મચારીઓ ફક્ત સળિયા મારીને ચાલ્યા જાય છે પણ ગટરની ઘણા સમયની સમસ્યાનો નિવેડો આવતો નથી.ગટરના ગંદા પાણી ફળિયામાં ઉભરાતાં રહીશોમાં વોર્ડના સદસ્યો તથા સત્તાધીશો વિરુદ્ધ રોષ પ્રગટેલો જોવા મળતો હતો.