વિધિ કરાવવાને બહાને બાવો ૭૦ લાખ ખેંખેરી ફરાર
જુનાગઢ, આજના સમયમાં પણ દીકરીને દીકરા સમક્ષક નહીં ગણતા દીકરાની લાલચમાં એક યુવાને ૭૦ લાખ રૂપિયા ગુમાવ્યા છે. બનાવની વીગત એવી છે કે જુનાગઢ જીલ્લાના વડાલના ભાયાળ ગામે રહેતા નયન સોજીત્રા નામના યુવાને સંતાનમાં બે દીકરીઓ છે ગત જાન્યુઆરી માસમાં એક સાધુ તેને ઘરે આવ્યો હતો અને તારા ઘરમાં સુખ શાંતિ થશે અને તારે ત્યાં દીકરાનો જન્મ થશે તેવી લાલચ આપી હતી.ત્યારબાદ તેના કહેવાતા ગુરૂ નયનને ફોન કરી તારી જમીનમાં મેલુ છે વિધિ કરવી પડશે એમ કહી વિધિના બહાને પૈસા પડાવવાનું શરૂ કર્યું ત્યારબાદ ગુરૂ ચેલા દ્વારા નયનને અલગ અલગ સ્થળોએ બોલાવી વિધિના બહાને લાખો રૂપિયા ખંખેર્યા ભોગ બનાવનારની પત્નીના ઘરે પણ આ ગુરૂ ચેલાએ પડાવી લીધા હતાં ભોગ બનનાર નયનને સુરેન્દ્રનગર થાન સાણંદ અલગ અલદ સ્થળોએ બોલાવી તેની પાસેથી લાખો રૂપિયાની લઇ હાલ ગુરૂ ચેલો ફરાર થઇ ગયા છે. ભોગ બનનારે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બે સાધુ તેમજ એક યુવાન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે છેંતરપીડીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.HS