Western Times News

Gujarati News

કારંજઃ લકઝુરીયસ કારમાં ફરતાં પિતા-પુત્ર વકીલો પાસેથી ૫ કરોડ રૂપિયા લઈ ફરાર

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં એક વાર ઊંચુ વળતર આપવાની સ્કીમ હેઠળ કેટલાંક ભેજાબાજાેએ ૫થી ૬ કરોડ રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ઘટના બહાર આવી છે. જાે કે આ ઠગાઈ આશરે એક હજાર જેટલાં વકીલો સાથે થતાં ચકચાર મચી છે અને તે અંગેની ફરીયાદ કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ઘટનાની વિગત એવી છે કે સોરીન ભંડારી તથા તેનાં પિતા ત્રિવેન્દ્રકુમાર ભંડારી (બંને રહે.શ્યામ શાહી ફ્લેટ, રામબાગ રોડ, મણીનગર)એ વર્ષ ૨૦૧૬માં મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુસર નામની કંપની સ્થાયી હતી. જેની ઈસનપુર નવરંગપુરા તથા સોલા ખાતે ઓફીસો ખોલી હતી.

બાદમાં ઘી કાંટા મેટ્રો કોર્ટ ખાતે જઈ વકીલોનો સંપર્ક સાધી રીકરીંગ, એફડી, એમઆઈએસ અને ડેઈલી કલેક્શન જેવી સ્કીમોનાં ઊંચુ વળતર આપવાની જાહેરાત કરીને વકીલો પાસેથી રૂપિયા મેળવ્યા હતા. શરૂઆતમાં સારું વળતર મળતાં અન્ય વકીલોએ પણ રૂપિયા રોક્યા હતા.

જાે કે થોડાં સમય અગાઉ સૌરીને વળતર આપવાનું બંધ કરતાં કેટલાંક વકીલો તેનાં ઘરે પહોંચ્યા હતા. જ્યાં સૌરીન ફરાર હોવાની જાણ થઈ હતી. આ ઘટના બાદ પ્રતિક નાયક નામનાં વકીલે કારંજ પોલીસ સ્ટેશનમાં તેનાં વિરૂદ્ધ રૂપિયા ૮.૩૦ લાખની છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે. જાે કે એક અધિકારી સાથે થયેલી વાત અનુસાર સૌરીન, તેનાં પિતા તેની પત્ની ઉપરાંત ધર્મેન્દ્ર નિર્મળ, બીપીન નાયક, જગત સાંઘાણી, ઈમયંતીબેન નાગર, અમીત નાગર તથા દર્શન ભટ્ટ સહિતનાંએ ભેગાં મળીને ઘી કાંટા કોર્ટ ઉપરાંત મિરઝાપુર કોર્ટ તથા સેશન્સ કોર્ટ સહિત અન્ય કેટલીય કોર્ટનાં મળી આશરે ૧૦૦૦ જેટલાં વકીલો સાથે ઠગાઈ આચરી હોવાનું તથા ૫થી ૬ કરોડ રૂપિયા ઊસેડ્યા હોવાનું અનુમાન છે.

સૌરીન તથા તેનાં પિતા રેન્જ રોવર તથા બીએમડબલ્યુ જેવી વૈભવી કારો લઈને આવતાં હતાં. જેનાં પગલે વકીલો પણ અંજાઈ ગયા હતા. આ શખ્સોએ વકીલો માટે પોતાની કંપનીમાં રૂપિયા ઈન્વેસ્ટ કરવા માટે કેટલાંક પ્રોગ્રામ પણ કર્યા હતા અને થોડાં સમય અગાઉ જ શહેરમાં નવી ૯થી ૧૦ બ્રાંચ ખોલવાની જાહેરાત કરી હતી. કારંજ પોલીસે આ અંગેની ફરીયાદ નોંધીને તમામ આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. આ દરમિયાન કાલુપુરનાં વેપારીઓ સાથે પણ આવી જ ઘટના બની હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જાે કે તપાસ બાદ જ હકીકત સામે આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.