દિલ્હીથી સુરતમાં આવીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ
આરોપીઓએ ૧૦થી વધુ ગુન્હા કર્યા-દેશના અલગ અલગ રાજ્યોના એટીએમથી રોકડા રૂપિયા ઉપાડતી આંતરરાજ્ય ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડી
સુરત, શહેરના એટી, એમમાંથી કાર્ડ રિડરની ચોરી કરી તેના ડેટાથી ક્લોનિંગ મશીન (data cloaning machine ATM) દ્વારા ડુપ્લિકેટ એ.ટી.એમ કાર્ડ બનાવી લોકોના ખાતામાંથી દેશના અલગ અલગ રાજ્યોના એટીએમમાંથી રોકડા રૂપિયા ઉપાડતી આંતરરાજ્ય ગેંગને મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ ગેંગ ખાસ બિહારથી દિલ્હી અને દિલ્હીથી ફાલાઇટ દ્વારા સુરત આવતા હતા. સુરત શહેરમાં ગરીબ મધ્યમ વર્ગના લોકોના મહેનતના રૂપિયા ડુપ્લિકેટ એટીએમ કાર્ડ દ્વારા બેંક ખાતામાંથી બારોબાર ઉપાડી જતા હોવાની અનેક ફરિયાદો પોલિસ મથકોમાં દાખલ થઇ હતી.
જેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બનેલ આવા પ્રકારના બનાવોની માહીતિ એકત્રિત કરી બેંકો તેમજ હિટાચી કંપનીનો સંપર્ક કરી ડુપ્લિકેટ એટીએમ કાર્ડ દ્વારા બેંક ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપાડ કરી લેતા વ્યક્તિનો સુધી પહોચવાના સતત મહેનતપૂર્ણ પ્રયત્નો હાથ ધરતા ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફુટેજ તેમજ હ્યુમન સૌર્સમારફતે આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી. પોલિસ પુછપરછમાં જાણવા મળ્યુંહતું કે આરોપીઓ બિહારથી દિલ્લી અને દિલ્લીથી સુરત ફ્લાઈટ મારફતે આવીને સુરત શહેરમાં ડીંડોલી, ઉધના, લિમ્બાયત, સચિન, સચિન જીઆઈડીસી, પાર્ડેસરા, પુણા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ આવેલી એન.સી.આર કંપનીના એક્સિસ બેન્કના એટીએમ ટાર્ગેટ કરીને એક્સિસ બેન્કના એટીએમ મીશનનુ હુડ ડુપ્લેકટ ચાવી વડે ખોલી દેતા હતા.
એટીએમમાંથી પૈસા ઉપાડ કરવા આવતા જતા વ્યક્તિના કાર્ડના ડેટા ચોરી કરવાના ઇરાદે તે એટીએમના કાર્ડ રીડરમાં ચીપ ઇન્સર્ટ કરી કાર્ડનો ડેટા કોપી કરી ચોરી કરતુ સ્કીમર ડીવાઇસ ફીટ કરી એટીએમ મીશનમાં કેશ ઉપાડવા આવતા વ્યક્તિઓની આજુ બાજુમાં ઉભા રહી જઇ તે વ્યક્તિના એટીએમ કાર્ડના પીન નંબર તથા એટીએમ કાર્ડ પર રહેલા છેલ્લા ચાર ડીઝીટ જોઇ લખી લેતા હતા.
આમ કરીને દિલ્લી ફિરોજપુર જઈ એટીએમમાંથી પૈસા ઉપાડી લેતા આમ તેઓએ સુરત શહેર સિવાય મુબઈ, દિલ્લી, બિહાર, ઝારખંડ, ઉતરપ્રદેશ તેમજ ભારતના અલગ અલગ રાજ્યોમાં જઇને પણ ગુનાઓ આચરેલા છે. ઝડપાયેલા આરોપીઓએ ૧૦થી વધુ ગુન્હા આચરેલ હોવાનું સામે આવ્યું છે. જેની ફરિયાદ તેમજ અરજીઓ પોલિસ મથકમાં મળી છે. ઉપરાંત ઉતરપ્રદેશ અને ઝારખંડમાં પણ તેમનીસામે ગુન્હા નોધાયેલા છે. SSS