Western Times News

Gujarati News

વોલ્ટાસ બેકોએ ગુજરાતમાં સાણંદ સ્થિત હોસ્પિટલ્સને વેન્ટિલેટર્સ ડોનેટ કર્યાં

કંપનીએ તેના ઉત્પાદન સુવિધાથી નજીક વસતાં લોકોને કોવિડ-19 મહામારી સામેની તેમની લડાઈના ભાગરૂપે કરેલી સહાયતા
મુંબઈ,  ભારતની પ્રથમ ક્રમની એસી બ્રાન્ડ વોલ્ટાસ અને યુરોપની અગ્રણી કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ પ્લેયર આર્સેલિકના સંયુક્ત જોડાણ વોલ્ટબેક હોમ એપ્લાયન્સિઝ પ્રાઈવેટ લિ.(વોલ્ટબેક)એ ભારતને વર્તમાન મહામારી સામે લડવામાં સહાયરૂપ થવા માટે વેન્ટિલેટર્સ ડોનેટ કરવાની જાહેરાત કરી છે. મહામારી સામે યુધ્ધ લડી રહેલાં દેશોને સહાયતા કરવાના આર્સેલિકના વૈશ્વિક મિશનને અનુરૂપ ભારતમાં તેની આસપાસના સમુદાયની સહાયતા માટે આ વેન્ટિલેટર્સ મેળવ્યાં છે. અન્ય દેશો જેવાકે યુક્રેન, રોમેનિયા, રશિયા, ફિલિપિન્સ, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ, નાઈજિરિયા, કેન્યા અને સાઉથ આફ્રિકાએ પણ આ પ્રકારનો સપોર્ટ મેળવ્યો છે.

માનવ જીવન પર ગાઢ અસર છોડવાની વોલ્ટાસ બેકોની ફિલોસોફી રહી છે. છેલ્લા દાયકાઓમાં વોલ્ટાસે તેના કર્મચારીઓ અને તે કામ કરે છે તે સમુદાયના જીવનને વધુ સારુ બનાવવા માટે ઘણા પ્રયાસો હાથ ધર્યાં છે. જ્યારે ભારતનું હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોવિડ-19ના અવિરત વધી રહેલા કેસિસ સામે લડવા સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે વોલ્ટાસ બેકોની ગુજરાતમાં સાણંદ સ્થિત ફેકટરી આસપાસ વસતાં સમુદાયને સહાયરૂપ થવા માટે આ આવો જ એક પ્રયાસ છે. કંપનીએ જાન્યુઆરી 2020માં તેની ફેકટરીની શરૂઆત કરી હતી.

એપ્રિલમાં આર્સેલિકે જણાવ્યું હતું કે તુર્કીશ મિનિસ્ટ્રી ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ તથા મિનિસ્ટ્રી ઓફ હેલ્થની આગેવાનીમાં મિકેનિકલ વેન્ટિલેટર્સ ઉત્પાદિત કરવાના એક સામૂહિક પ્રયાસમાં તે બાયોસિસ, ડિફેન્સ કંપની આસેલાન તથા એવિએશન કંપની બાયકર ટેક્નોલોજિસ સાથે જોડાઈ હતી. આ પ્રયાસ હેઠળ ઈસ્તંબુલ સ્થિત ઓપન ઈનોવેશન સેન્ટર આર્સેલિક ગેરેજની રેપિડ પ્રોટોટાઈપીંગ ફેસિલિટીઝનો 120 એન્જિનીયર્સે ઉપયોગ કર્યો હતો. તેણે માત્ર બે સપ્તાહમાં શરૂઆતી પ્રોટોટાઈપનું ડિઝાઈન ને પરિક્ષણ કર્યું હતું. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માગ પૂરી થાય તે માટે જૂન સુધીમાં તેની નોન-પ્રોફિટ બેસીસ પર ચાલતી સેર્કેઝ્કોય ઈલેક્ટ્રોનિક્સ ખાતે 5000 ડિવાઈસીસનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.

ભારતમાં કોરોના વાઈરસના કેસો 50 લાખની સપાટી વટાવી ગયા છે ત્યારે ખાનગી ક્ષેત્રે આગળ આવીને સરકાર, અર્થતંત્ર અને સમુદાયની મદદ કરવી અનિવાર્ય બન્યું છે. વોલ્ટાસ નમ્રતા સાથે સાણંદ તથા તેની આસપાસમાં વસતાં સમુદાયની સેવાની આ તક ઝડપી રહ્યું છે.

ટાટા જૂથે કોવિડ-19 રાહત માટે બનાવવામાં આવેલા પીએમ કેર ફંડમાં રૂ.1500 કરોડની સહાય આપી છે. આ ઉપરાંત ટાટા જૂથના કર્મચારીઓએ પણ વિવિધ રિસ્પોન્સ પ્રોજેક્ટ્સમાં 10 કરોડનું યોગદાન આપ્યું છે. આ સિવાય ટાટા સન્સ ફાઉન્ડેશને પણ રૂ. 10 કરોડ ડોનેટ કર્યાં છે. તેણે બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(બીએમસી)ને 100 વેન્ટિલેટર્સ અને 20 એમ્બ્યુલન્સિસ પણ આપ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.