સંજેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ૫૮ લાખના ખર્ચે બનનાર બહુમાળી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત
ધારાસભ્ય રમેશ કટારાના હસ્તે apmc ઓફિસ તેમજ દુકાનોનું ભૂમિ પૂજન.
પ્રતિનિધિ સંજેલી : ફારૂક પટેલ સંજેલી તાલુકા મથકે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ધારાસભ્ય રમેશ કટારાના હસ્તે ૫૮ લાખના ખર્ચે બનનારા ઓફિસ તેમજ દુકાનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
સંજેલી ખાતે ઝાલોદ રોડ પર આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં રવિવારના રોજ ધારાસભ્ય રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં ૫૮લાખના ખર્ચે બનનારા ઓફિસ તેમજ દુકાનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.સંજેલી તાલુકાના ૫૬ ગામ સહિત આસપાસના સિગવડ સંતરામપુર ફતેપુરા ઝાલોદ તાલુકાના વિસ્તારના કેટલાક ખેડૂતો સંજેલી apmc મા આદુ કપાસ મગફળી.જેવા પાકો નો સારો ભાવ મળતો હોવાથી સંજેલી સુધી લાંબા થતા હોય છે.
આદુ કપાસ માટે સંજેલી માર્કેટ પ્રખ્યાત ગણવામાં આવે છે.અહીંથી મોટા ભાગે સુરત નવસારી બિલીમોરા નડિયાદ આણંદ હિંમતનગર મોડાસા જેવા શહેરોમાં સંજેલીનુ આદું પ્રખ્યાત ગણવામાં આવે છે.
લગભગ ત્રણ વર્ષ પહેલા ઝાલોદ માંથી આ apmc નું વિભાજન કરવામાં આવ્યું હતું.ખેત પેદાશોની આવક વધુ હોવાથી માર્કેટમાં આવક પણ તેટલી જ વધુ છે. દુકાનોની વધુ જરૂરિયાત પડતા માર્કેટ યાર્ડનું જર્જરિત ઓફિસનું મકાન તોડી પાડી માર્કેટને આવક તેમજ ખેડૂતોને સુવિધા મળી રહે તેને ધ્યાને લઈ નીચે દુકાનો બનાવી ઉપર વિવિધ સુવિધા વાળી ઓફિસ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું
જે મંજૂરી મળતાં જ ફતેપુરા ધારાસભ્ય રમેશભાઇ કટારાના હસ્તે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.જેમાં એપીએમસી ચેરમેન માનસિંગભાઇ રાવત.સેક્રેટરી પ્રકાશ દશમા પાર્ટીપ્રમુખ જશુભાઇ બામણીયા.ઉપપ્રમુખ જગ્ગુ બાપુ મહિલા મોરચા રુચિતા રાજ. સંજેલી સરપંચ કિરણ રાવત. apmc ડિરેક્ટરો કાળુભાઇ સંગાડા વિષ્ણુ અગ્રવાલ.કાળુભાઇ બારિયા.રાજેશ ડામોર મહેન્દ્ર પલાશ સુરેન્દ્રસિંહ સોલંકી બંટી વેવાઇજી માર્કેટ યાર્ડના કર્મચારીઓ દુકાનદારો અને ખેડૂત વેપારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ૫૮ લાખના ખર્ચે બનનારા બહુમાળી બિલ્ડિંગ ભવનનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તસવીર ફારૂક પટેલ સંજેલી .