Western Times News

Gujarati News

શામળાજી પોલીસે ટ્રકમાં બેકરીના સામાનની આડમાં સંતાડેલ ૧૩ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

મોપેડમાં ૧૮ બોટલ સાથે પસાર થતા અમદાવાદના બુટલેગરને માલપુર પોલીસે દબોચ્યો 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લા એસ.પી સંજય ખરાતના આગમન પછી જીલ્લામાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ અને હેરા ફેરી નાથવામાં મહદંશે સફળ રહ્યા છે.બુટલેગરો અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂ ઠાલવવા સતત નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે બીજી બાજુ અમદાવાદ,ખેડા,અરવલ્લી,સાબરકાંઠા, ગાંધીનગર જીલ્લાના નાના-મોટા બુટલેગરો પોલીસ પકડથી બચવા મોપેડ,બાઈક અને રીક્ષાનો ઉપયોગ કરી દારૂ ઘુસાડવા સતત પ્રયત્નશીલ રહેતા અરવલ્લી પોલીસતંત્રના હાથે ઝડપાઈ રહ્યા છે


શામળાજી પોલીસે અણસોલ ગામ નજીક ટ્રકમાંથી ૧૩ લાખથી વધુના દારૂ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી માલપુર પોલીસે ચોરીવાડ ત્રણ રસ્તા નજીકથી મોપેડમાં વિદેશી દારૂ ભરી પસાર થઈ રહેલા અમદાવાદ સૈજપુર બોઘાના ચિરાગ દત્તુભાઈ ખરાતને ૧૮ બોટલ સાથે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

શામળાજી પોલીસે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલ રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું રાજસ્થાન તરફથી બેકરીનો માલસામાન ભરી પસાર થઈ રહેલ ટ્રકને અટકાવી તલાસી લેતા બેકરીના માલસામાનના ખોખા પાછળ સંતાડી રાખેલ વિદેશી દારૂની ૩૫૪ પેટી જેમાં બોટલ નંગ-૨૩૮૮ કીં .રૂ.૧૩૦૬૬૦૦/- નો જથ્થો જપ્ત કરી ટ્રક, બેકરીનો માલસામાન, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ.રૂ.૨૮૪૭૫૮૯ /-નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક સલીમખાન નસરુદીન મેવ (રહે,હરિયાણા) ની ધરપકડ કરી ટ્રકમાં વિદેશ દારૂ ભરી આપનાર હરિયાણાના લક્ષ્મણ સીંગ નામના બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

માલપુર પીએસઆઈ એન.એમ.સોલંકી અને તેમની ટીમે મહીસાગરના માર્ગે થી મોપેડમાં વિદેશી દારૂ ભરી અમદાવાદનો બુટલેગર પસાર થવાનો હોવાની બાતમી મળતાં ચોરીવાડ ત્રણ રસ્તા નજીક નાકાબંધી કરી વોચમાં ઉભેલી પોલીસે બાતમી આધારિત મોપેડ આવતા તેને અટકાવી તલાસી લેતા મોપેડની ડેકીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૮ કીં.રૂ.૧૩૫૦૦/- જપ્ત કરી નરોડા સૈજપુર બોઘા રોડ પરની ધનુષ્યધારી સોસાયટીમાં રહેતા ચિરાગ દત્તૂભાઇ ખરાતની ધરપકડ કરી મોપેડ મળી રૂ.૩૩૫૦૦/- નો જથ્થો જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.