Western Times News

Gujarati News

પીયૂષ અને અંબાતી રાયડૂને લો પ્રોફાઇલ ખેલાડી ગણાવ્યા

નવી દિલ્હી: પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકર વિવાદોમાં ઘેરાયો જ્યારે તેણે શનિવારે સોશિયલ મીડિયા પર અંહાતી રાયડૂ અને પીયૂષ ચાવલાને ‘લો પ્રોફાઇલ ક્રિકેટર’ ગણાવ્યા. ત્યારબાદ ફેન્સ અને ક્રિકેટ પ્રશંસકોએ સોશિયલ મીડિયા પર તેમને જવાબ આપ્યો હતો. આઈપીએલની ૧૩મી સીઝનની પ્રથમ મેચમાં દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે ચાર વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. આ મુકબાલામાં રાયડૂએ ૭૧ રન બનાવ્યા અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

આ વચ્ચે માંજરેકરે ટ્‌વીટ કરીને રાયડૂ અને બોલર પીયૂષ ચાવલાને લો-પ્રોફાઇલ ક્રિકેટર ગણાવ્યા. માંજરેકરે ટ્‌વીટ કરીને લખ્યુ બે લો પ્રોફાઇલ ક્રિકેટરો પીયૂષ ચાવલા અને અંબાતી રાયડૂ માટે ખુબ ખુશ છે. ચાવલાએ સારી બોલિંગ કરી, ૫મી અને ૧૬મી ઓવર ફેંકી. રાયડૂ શોટ્‌સની ક્વોલિટીના આધાર પર તેની આઈપીએલની બેસ્ટ ઈનિંગમાંથી એક. ખુબ શાનદાર સીએસકે. તેના પર રાયડૂ અને ચાવલાના ફેન્સ ભડકી ગયા.




એક યૂઝરે લખ્યુ, સંજય સર, તમે લો પ્રોફાઇલ ક્રિકેટર બોલીને શું કહેવા ઈચ્છો છો? આ પ્રોફાઇલ કોણ નક્કી કરે છે? પાછલા વર્ષે વનડે વિશ્વકપ દરમિયાન પણ માંજરેકરે વિવાદ ઉભો કરી દીધો હતો, જ્યારે તેણે ધુરંધર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વિશે કહ્યુ હતુ કે, મને આવા ખેલાડી જરા પસંદ નથી, જે ટુકડા-ટુકડામાં પ્રદર્શન કરતા હોય, ત્યારબાદ જાણીતા કોમેન્ટ્રેટર હર્ષા ભોગલેની યોગ્યતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.