તાજમહાલ આજથી પર્યટકો માટે ખુલ્લો મૂકાયો
આગ્રા, જગપ્રસિદ્ધ મુઘલ સ્થાપત્ય તાજમહાલ આજથી ફરી દેશીવિદેશી પર્યટકો માટે ખુલ્લો મૂકાયો હતો. કોરોનાના પગલે છેલ્લા 188 દિવસથી તાજમહાલ લૉકડાઉન હેઠળ હતો. આજથી એને ફરી ખુલ્લો મૂકાયો હતો. એની સાથોસાથ આગ્રાના કિલ્લાને પણ આજે ખુલ્લો મૂકાયો હતો.
આગ્રાના જિલ્લા મેજિસ્ટ્રેટ પી એન સિંઘના કહેવા મુજબ શરૂઆતમાં રોજ ફક્ત પાંચ હજાર પર્યટકોને તાજમહાલ સુધી જવાની પરવાનગી મળશે. આગ્રાના કિલ્લા માટે આ આંકડો 2500નો રાખવામાં આવ્યો હતો. આ બંને પ્રવાસ સ્થળો માટેની ટિકિટો ઓનલાઇન ખરીદવાની રહેશે. આ બંને સ્થળે આવનારા લોકોએ કોરોના વાઇરસ માટે જાહેર કરાયેલી ગાઇડલાઇન્સનો કડક રીતે ઉપયોગ કરવાનો રહેશે.