Western Times News

Gujarati News

કોવિડ-19 રોગચાળા દરમિયાન એલપીજી સિલિન્ડરોનું વિતરણ

પ્રતિકાત્મક

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના ભાગ રૂપે આગામી ત્રણ મહિના માટે પીએમયુવાય લાભાર્થીઓને નિ:શુલ્ક એલપીજી રિફિલ પ્રદાન કરવાની યોજના તારીખ 1 એપ્રિલ, 2020થી  લાગુ કરવામાં આવી હતી. જે લાભાર્થીઓના ખાતામાં રિફિલ ખરીદવા માટે અગાઉથી નાણાં જમા કરાયેલા છે, પરંતુ 30 જૂન, 2020 સુધી રિફિલ્સ ખરીદી શક્યા નથી, તેમના માટે આ યોજના હવે 30 સપ્ટેમ્બર, 2020 સુધી લંબાવી દેવામાં આવી છે. 16 સપ્ટેમ્બર, 2020 સુધી આ યોજના હેઠળ પીએમયુવાય લાભાર્થીઓને 13.57 કરોડ રિફિલ્સ પહોંચાડવામાં આવ્યા છે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) એ માહિતી આપી છે કે, તેમના દ્વારા ખરીદેલા એલપીજી સિલિન્ડરનું ઉત્પાદન ભારતમાં થાય છે અને કોઈ આયાત કરવામાં આવતી નથી. જોકે, સ્વદેશી એલપીજીનું ઉત્પાદન માંગ કરતા ઓછું છે, તેથી ઓએમસી દેશમાં એલપીજીનો સરળ પુરવઠો જાળવવા તથા ખાધને પહોંચી વળવા માટે એલપીજીની આયાત કરે છે. એપ્રિલ, 2020થી જૂન, 2020 દરમિયાન દેશની કુલ માંગના 44% ઘરઆંગણે ઉત્પાદિત એલપીજી દ્વારા પૂરી કરવામાં આવી છે અને બાકીની 56% આયાત દ્વારા પૂરી કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં એલપીજીના ભાવમાં થતી અસ્થિરતાથી ઘરેલું એલપીજી ગ્રાહકોને બચાવવા માટે સરકાર દ્વારા ઘરેલું સબસીડીવાળા એલપીજીના વેચાણના ભાવોમાં ફેરફાર કરવામાં આવે છે. ઘરેલુ એલપીજીના ભાવ દર મહિને એલપીજીના આંતરરાષ્ટ્રીય ભાવની સાથે પીએએચએએલ યોજના હેઠળ માસિક એલપીજી સબસીડીમાં અનુરૂપ સંશોધન સાથે સુધારેલા છે. બિન-સબસીડી કિંમતે રિફિલની ખરીદી પર લાગુ સબસીડી સીધા લાભાર્થીના બેંક ખાતામાં હસ્તાંતરિત કરવામાં આવે છે અને સબસીડીનો ભાર સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. દિલ્હી માર્કેટમાં 14.2 કિલો એલપીજી રિફિલનો વર્તમાન છૂટક વેચાણ ભાવ રૂ. 594/- છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.