૨૪મીએ મોદી વિરાટ તેમજ મિલિન્દ સાથે વાતચીત કરશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૪ સપ્ટેમ્બરે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનતા મિલિન્દ સોમન સાથે વાતચીત કરવાના છે. મૂળે ૨૪ સપ્ટેમ્બરે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની પહેલી વર્ષગાંઠ ઉજવવામાં આવશે. આ દરમિયાન ઓનલાઇન માધ્યમથી ફિટ ઈન્ડિયા સંવાદનું આયોજન થશે. પીએમ મોદી આ આયોજનમાં એ લોકો સાથે વાત કરશે જેઓએ લોકોને ફિટનેસ માટે પ્રેરિત કર્યા. મીડિયાને આપવામાં આવેલી ઓફિશિયલ જાણકારી મુજબ, ઓનલાઇન વાતચીતમાં સામેલ લોકો ફિટનેસ અને સારા સ્વાસ્થ્ય વિશે જણાવશે.
તેમના વિચારો પર વડાપ્રધાન નરેનદ્ર મોદી તરફથી પણ પોતાનું માર્ગદર્શન આપવામાં આવશે. આ દરમિયાન લોકો પોતાની ફિટનેસ યાતરા વિશે જણાવતાં લોકોને ટિપ્સ પણ આપશે. આ ચર્ચામાં જાણીતી હસ્તીઓ વિરાટ કોહલી, મિલિન્દ સોમન, રુજુતા સ્વેકર સહિત અનેક અન્ય લોકો સામેલ થશે. કહેવામાં આવી રહ્યું છે કે,
આ ફિટનેસ સંવાદમાં પોષણ, સ્વાસ્થ્ય અને ફિટનેસ પર વાતચીત થશે. બીજી તરફ જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક જન આંદોલનના રૂપમાં ઈન્ડિયા મૂવમેન્ટની કલ્પના કરવામાં આવી છે. દેશના લોકોને ભારતને એક ફિટ દેશ બનાવવાની દિશામાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની પરિકલ્પના કરવામાં આવી હતી. તેમાં નાગરિકોને મોજમસ્તી કરવા માટે સરળ અને મોંઘી ન હોય તેવી પદ્ધતિ સામેલ છે. જેનાથી તેઓ ફિટ રહે અને વ્યવહારમાં પરિવર્તન લાવે. આ ફિટનેસને દરેક ભારતીયે જીવનનો અનિવાર્ય હિસ્સો બનાવવો જોઈએ.