Western Times News

Gujarati News

શિક્ષિકાના ફોટા વાયરલ કરવાની યુવકે ધમકી આપી

સુરત: સુરતના સૌથી સારા ગણાતા પાર્લે પોઇન્ટ વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય શિક્ષિકને લોકડાઉન દરમિયાન અજાણ્યાએ વ્હોટ્‌સએપમાં બીભત્સ ફોટો મોકલ્યા હતા. શિક્ષિકા મહિલાએ નંબર બ્લોક કર્યો તો અલગ-અલગ નંબર પરથી કોલ કરીને ધમકી આપતો હતો. અજાણ્યાએ ધમકી આપતા કહ્યું હતું કે, પોલીસ ફરિયાદ કરીશ તો તારા ફોટા ૨૦૦ ગ્રુુપમાં વાયરલ કરી દઇશ. આ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે. ત્યાર બાદ ફરી આ યુવકે ૧૭મી સપ્ટેમ્બરના રોજ તેને મોબાઇલ પરથી મેસેજ આવ્યો હતો.



જેમાં બીભત્સ ફોટા હતા. શિક્ષિકાએ આ ફોટા ડિલીટ કરી દીધા હતા. ત્યારબાદ ફરી તેણીન મેસેજ આવ્યો હતો. જેમાં શિક્ષિકાના ફોટા નીચે બીભત્સ લખાણ લખેલું હતું. જોકે આ શિક્ષિકા દ્વારા આ નંબર બ્લોક કરી નાખતા એક યુવક સતત બીજા નંબરથી ફોન કરી હેરાન કરવાનું ચાલુ કર્યુ હતુ. જોકે, શિક્ષિકાએ પોલીસ ફરિયાદની ધમકી આપતા આ યુવાને પોલીસ ફરિયાદ કરશેતો અલગ અલગ ૨૦૦ ગુપમાં આ ફોટા ફરતા કરવાની ચીમકી આપી હતી.

જોકે, લોકડાઉન સમયે શિક્ષિકાના સોશિયલ મીડિયામાંથી ફોટા ઉઠાવી તેના પર લખાણ લખી તેને હેરાન કરતો હોવાને લઇને શિક્ષિકા એ આ યુવાન વિરુદ્ધ આજે સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.