Western Times News

Gujarati News

સુરતમાં ઇમારત ધરાશાયી થતાં સુતેલા ત્રણ લોકોના મોત

પ્રતિકાત્મક

સુરત: સુરતમાં રાંદેર રોડ ખાતચે વહેલી સવારે એક દુર્ધટના ધટી છે રાંદેરમાં આવેલા નિલાજમ એપાર્ટમેન્ટનો એક ભાગ ધરાશાયી થતાં તેની નીચે સુતેલા ત્રણ લોકોના મોત થયા છે આ જર્જરિત બિલ્ડીંગને ત્રણ વર્ષ પહેલા જ ખાલી કરાવી દેવામાં આવી હતી આ સાથે બિલ્ડરને પણ બિલ્ડીંગ પાડવાની નોટીસ આપવામાં આવી હતી.

પરંતુ ઇમારત જેમની તેમ જ રહેવા દીધી હતી હાલ આ બિલ્ડીંગે ત્રણ લોકોના ભોગ લીધા બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે હાલ મોટી સંખ્યામાં અહીં પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર તંત્રએ આ દુર્ધટના બાદ બિલ્ડીંગના બિલ્ડર વિજય શાહ સામે ત્રણ લોકોના મોત વિરૂધ્ધ પોલીસ ફરિયાદ ખાલ કરવામાં આવી છે આ બિલ્ડર વિજય શાહ જીવરાજ ચટાના માલિક છે નોંધનીય છે કે જર્જરિત ઇમારતમાંથી રહેતા લોકોને ખાલી કરાયા હતાં પરંતુ અહીં નીચેના માળમાંથી બેથી ત્રણ દુકાનો ચાલુ હતી.

આ નિલાજમ એપાર્ટમેન્ટ ૧૯૮૫માં બનાવવામાં આવ્યું હતું એક વર્ષ પહેલા બિલ્ડરને નોટીસ આપી હોવા છતાં આ સાત માળના બિલ્ડિંગને ઉતારવામાં આવ્યું ન હતું જેના કારણે આ કરૂણ ઘટના બની છે આ ઘટના જાે સવારના દિવસ દરમિયાન બની હોત તો આમાં અનેક લોકોના જીવ તાળવે ચોટયા હોત અને મોટી દુર્ધટના બની હોત.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.