શાયરાના અંદાજમાં કૃષિ બિલ પર મોદી સરકાર પર રાહુલનો પ્રહાર
નવીદિલ્હી, દેશભરમાં કૃષિ વિધેયકોને લઇ હંગામો મચ્યો છે. જયાં કિસાનો માર્ગ પર પ્રદર્શન કરવા માટે ઉતરી ચુકયા છે ત્યાં સંસદના બંન્ને ગૃહોમાં પણ વિરોધ પક્ષ પ્રદર્શન કરી રહ્યાં છે આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શાયરાના અંદાજમાં કેન્દ્રની એનડીએ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. રાહુલે ટ્વીટ દ્વારા આરોપ લગાવ્યો કે મોદી સરકાર અત્યાર સુધી કિસાનોને સ્વામીનાથન કમીશષન વાળુ ન્યુનતમ સમર્થન મૂલ્ય આપવાનું વચન પુરૂ કરી શકે છે. આ સાથે જ ૨૦૨૦માં તેણે કિસાનોની વિરૂધ્ધ કાળો કાનુન પાસ કરાવી લીધો છે.
રાહુલ અનેક દિવસોથી કૃષિ વિધેયકને લઇ મોદી સરકારને નિશાન બનાવી રહ્યાં છે પોતાના નવા ટ્વીટમાં તેમણે કહ્યું કે ૨૦૧૪ મોદીજીની ચુંટણી વચન કિસાનોને સ્વામીનાથ કમિશનવાળુ એમએસપી,૨૦૧૫ મોદી સરકારે કોર્ટમાં કહ્યું કે તેમનાથી આ થઇ શકશે નહીં ૨૦૨૦ કાળો કિસાન કાનુન. તેમણે આગળ લખ્યું કે મોદીજીની નીયત સાફ કૃષિ વિરોધીન નવો પ્રયાસ કિસાનો કરની જાળમાં સાફ પુંજીપતિ મિત્રોનો ખુબ વિકાસ આ પહેલા પણ રવિવારે તેઓ કૃષિ વિધેયકના વિરોધમાં ટ્વીટ કરી ચુકયા છે. તેમણે બિલ રાજયસભામાં પાસ કરાવવાની પધ્ધતિ પર સવાલ ઉઠાવતા લખ્યું હતું કે જે કિસાન ધરતીથી સોનુ ઉગાડે છે મોદી સરકારનું ધમંડ તેને લોહીના આંસુથી રોવડાવે છે. રાજયસભામાં જે રીતે કૃષિ વિધેયકના રૂપમાં સરકારે કિસાનોની વિરૂધ્ધ મોતનું ફરમાન નિકાળ્યુ તેનાથી લોકતંત્ર શર્મિદા છે. આ ઉપરાંત તેમણે મોદી સરકારને પુછયુ હતું કે આખરે તે એમએસપીની ગેરંટી કેમ આપતા નથી.HS