સુશાંત સિંહ ડ્રગ્સ કેસ: રિયાની ૬ ઓકટોબર સુધી ન્યાયિક હિરાસત વધી
નવીદિલ્હી, સુશાંતસિંહ રાજપુતના મોત થી જાેડાયેલ ડ્રસ મામલામાં ધરપકડ રિયા ચક્રવર્તીને હાલ જેલમાં જ રહેવું પડશે સ્પેશલ એડીપીએસ કોર્ટે રિયા ચક્રવર્તીની ન્યાયિક હિરાસતની મુદ્ત ૬ ઓકટોબર સુધી વધારી દીધી છે. જયારે જામીન માટે રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તીએ બોમ્બે હાઇકોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે જેનાપર ૨૩ સપ્ટેમ્બરે સુનાવણી થશે સુશાંત સિંહ રાજપુતથી જાેડાયેલ ડ્રસ કેસમાં ધરપકડ રિયા ચક્રવર્તીના ૧૪ દિવસની ન્યાયિક હિરાસતનો આજે અંતિમ દિવસ હતો એનસીબીની ધરપકડ બાદ રિયા ચક્રવર્તીને ૨૨ સપ્ટેમ્બર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યા હતાં જયારે મુંબઇની ભાયખલા જેલમાં બંધ છે. એ યાદ રહે કે રિયા ચક્રવર્તીની જમીન અરજી બે વાર કોર્ટે ઠુકરાવી દીધી છે.
સુશાંતસિંહ રાજપુતના મોત બાદ ડ્રગ કનેકશનની તપાસ કરી રહેલ નારકોટિકસ કંટ્રોલ બ્યુરોએ રિયા ચક્રવર્તીને ૮ સપ્ટેમ્બરે મુંબઇથી અનેક તબક્કામાં પુછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી જાે કે રિયા ચક્રવર્તી આ મામલામાં દોષી જણાશે તો તેને લગભગ ૧૦ વર્ષ સુધીની સજા થઇ શકે છે એ યાદ રહે કે સુશાંત સિંહ રાજપુત ૧૪ જુને પોતાના બાંદ્રા ખાતેના ઘરમાંથી મૃત મળી આવ્યો હતો.
૨૮ વર્ષીય રિયા ચક્રવર્તીને સુશાંતસિંહ રાજપુતથી જાેડાયેલ ડ્રસ મામલેૈ ધરપકડ કરવામાં આવેલ અન્ય આરોપીઓના નિવેદનોના આધાર પર ધરપકડ કરવામાં આવી હતી અને કહેવાતી રીતે ડ્રસ રેકેટમાં આ બધાની ભૂમિકાની માહિતી લગાવવા માટે એનસીબીએ રિયા ચક્રવર્તીનો સામનો સુશાંતસિંહ રાજપુતના ઘરના મેનેજર સૈમુઅલ મિરાંડા તેમના ઘરના કર્મચારી દીપેશ સાવંત અને શૌવિક ચક્રવર્તીની સાથે કરાવ્યો હતો.
૧૧ સપ્ટેમ્બરે એક વિશેષ અદાલતે રિયાને જામીન આપવાનો ઇન્કાર કરતા કહ્યું હતું કે જાે તેમને જામીન પર મુકત કરવામાં આવશે તો બીજાને સતર્ક કરી શકે છે અને તે પુરાવા નષ્ટ કરી શકે છે રિયાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તે નિર્દોષ છે અને તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે. સુશાંતસિંહ રાજપુતના મોતનું રહસ્ય શોધવા માટે એનસીબી ડ્રસ એંગલથી તપાસ કરી રહી છે. એનસીબીને પુછપરછમાં અનેક મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. રિયાએ પુછપરછમાં ડ્રસ ખેલમાં સામેલ ૧૫ બોલીવુડ સેલેબ્સના નામ પણ બતાવ્યા છે. હાલમાં તેઓ એજન્સીની રડાર પર હોવાનું કહેવાય છે.