Western Times News

Gujarati News

રાજ ઠાકરેને માસ્ક નહીં લગાવવા પર એક હજારનો દંડ ભરવો પડયો

મુંબઇ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરેને માસ્ક નહીં લગાવવા પર એક હજારનો દંડ ભરવો પડયો હતો રાયગઢ જીલ્લાના માંડવા જેટ્ટીમાં બોટથી પરિવાર અને કેટલાક મિત્રોની સાથે સફર કરવા દરમિયાન તેમણે માસ્ક પહેર્યું ન હતું
મુંબઇ માંડવા કોકો બોટના અધિકારીઓએ જાણ્યુ હતું કે ઠાકરેએ કોવિડ ૧૯ના નિયમોનું પાલન કર્યું નથી જાહેર સ્થાન પર નિયમોનું પાલન નહીં કરવા પર તેમને આ દંડ ભરવો પડયો. એ યાદ રહે કે કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત મહાષ્ટ્રમાં રેકોર્ડ સંખ્યામાં દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા હતાં. રાજયમાં એક દિવસમાં ૧૫,૭૩૮ નવા કોરોના સંક્રમિત સામે આવ્યા છે. જયારે છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૪ લોકોના મોત થયા છે.

રાજય આરોગ્ય વિભાગ અનુસાર અત્યાર સુધી ૧૨,૨૪,૩૮૦ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે તેમાંથી અત્યાર સુધી કુલ ૯,૧૬,૩૪૮ લોકો સ્વસ્થ થઇ ચુકયા છે જયારે અત્યાર સુધી કુલ ૩૩,૦૧૫ લોકોના મોત નિપજયા છે.જયારે રાજયમાં ૨,૪૭,૬૨૩ સક્રિય દર્દી છે. સ્વસ્થ થનારાઓની સંંખ્યા વધવાથી પ્રદેશમાં રિકવરી દર વધી ૭૪.૮૪ ટકા થઇ ગયો છે જયારે મૃત્યુ દર ૨.૭ ટકા છે હાલ રાજયમાં ૧૮,૫૮,૯૨૪ લોકો હોમ કવારંટીન અને ૩૫,૫૧૭ લોકો સ્થાગત કવારંટીન છે. રાજય સરકાર દ્વારા કોરોનાનો સામનો કરવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેને લઇને નિયમો પણ બનાવાયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.