કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા સુરતની સ્મીરમે હોસ્પિટલની નર્સનો આપધાત
સુરત: સુરત શહેરમાં આજે એક કોરોના વોરિયર્સ દ્વારા આપધાત કરી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે પરિવાર હાલમાં સુરતમાં ના હોવાથી કોરોના વોરિયર્સ દ્વારા કયાં કારણોસર આપઘાત કરાયો તે જાણી શકાયુ નથી દર્દીને બીમારીના સમયમાં હુંફની સાથે સેવા કરતી સ્મીમેર હોસ્પિટલના સ્ટાફ નર્સના આપધાતથી સમગ્ર હોસ્પિટલમાં ગમગીનની સાથે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી અનુસાર લીંબાયત વિસ્તારમાં આવેલ સમ્રાટ સ્કુલની સામેની અંબિકાનગર સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષિય કવિતાબેન હિરેનભાઇ મિસ્ત્રી સ્મીમેર હોસ્પિટલમાં નર્મસ તરીકે ફરજ બજાવે છે કવિતા ઘણા સમયથી સ્મીમેર હોસ્પિટલ્ કામ કરી રહી હતી બે દિવસ પહેલા કવિતા અને તેના પતિ હિરેનના નંણદોઇએ મહારાષ્ટ્રના પુણેમાં આપધાત કરી લીધો હતો જેથી કવિતાના પતિ અને સાસુ રવિવારે પૂણે ગયા હતાં પાછળથી કવિતાએ સોમવારે બપોરે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કરી લીધો હતો.
કવિતાને આઠ વર્ષના લગ્નગાળા દરમિયાન કોઇ સંતાન નહીં હોવાથી પગલુ ભર્યું હોઇ શકે છે તથા કવિતાના પતિ અને સાસુ દ્વારા સંતાન વિષે મહેણા ટોણા મારતા હોવાથી પગલું ભરક્યું હોવાની શકયતા સેવાઇ રહી છે હાલ કવિતાના પરિવારજનોનો સુરત નહીં હોવાથી તેમનો મૃતદેહ સ્મીમેર હોસ્પિટલમાં મુકવામાં આવ્યો છે પતિ અને સાસુના આવ્યા બાદ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે કવિતાએ અચાનક જ આ પગલું ભરી લેતા લીબાયત પોલીસે આગળની તપાસ હાથ ધરી છે
આ ઘટના બાબતે સ્મીમેર હોસ્પિટલના સિનિયર આર એમ ઓ જયેશભાઇ પટેલે જણાવ્યું હતું કે કવિતા ઓપરેશન વિભાગમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી સ્મીમેર હોસ્પિટલની એક કોરોના વોરિયર્સ દ્વારા કરવામાં આવેલ આપધાતને કારણે સમગ્ર હોસ્પિટલમાં ગમગીની સાથે ચકચાર મચી જવા પામી છે જયારે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.