Western Times News

Gujarati News

બાયડના ચાંપલાવત ગામે દુધ મંડળીને મહિલાઓએ તાળાબંધી કરી

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચાંપલાવત ગામે આવેલી દુધ મંડળીના વહીવટ સામે ગામના લોકો અને મહિલાઓમાં અસંતોષની લાગણી ભભૂકી ઉઠી છે. ગામલોકો અને દુધ ભરતી મહિલાઓએ દુધ મંડળીને તાળાબંધી કરી હતી. જે સાંજના સમયે ચેરમેન સેક્રેટરી અને સાબરડેરીના અધિકારીઓએ સ્થાનિક પોલીસ બોલાવીને મંડળીની તાળાબંધી ખુલ્લી કરી હતી.

તાળાબંધી કરેલ દૂધ મંડળી ના તાળા ખોલતા ગામના સ્થાનિક લોકો પોલીસ સ્ટેશન  ધસી આવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો ગામના દુધ ઉત્પાદક સભાસદોનું કહેવું છે કે અત્યાર સુધી સાબરડેરીના અધિકારીઓને અમારી તકલીફ સાંભળવાનો સમય મળતો ન હતો પરંતુ દુધ મંડળીને તાળાબંધી કરતાં દોડી આવ્યા.

વધુમાં ગામલોકો અને મહિલાઓનું કહેવું છે કે, છેલ્લા એક મહિનાથી દુધનો પગાર કરવામાં આવ્યો નથી.અને મંડળીના અધિક્રુત વહીવટદારો તેમની મન મરજીથી વહીવટ ચલાવે ચલાવે છે અને મંડળીના મંત્રી દુધ ભરનાર ગ્રાહકો મંડળીમાં પેમેન્ટ લેવા જાય તો ખોટી રીતે ધમકાવે છે. અને દુધ ભરવું હોય તો ભરો પૈસા નહીં મળે એમ કહે છે. દુધ ભરતા ગ્રાહકોનું કહેવું છે કે, અમને મંડળીમાંથી સમયસર નાણાં ના મળતાં બજારમાં અમારો વહેવાર જળવાતો  નથી અને કોરોનાની મહામારી ની આર્થિક મંદીમાં અમારી શાખને ગંભીર નુકસાન પહોંચે છે.

સામે પક્ષે ચાંપલાવત દુધ મંડળીના ચેરમેન તથા સેક્રેટરી નું કહેવું છે કે, મંડળીમાંથી કેટલાક સભાસદોએ ગાય ભેંસ લાવવા લોનો લીધી હોઈ તેઓ હપ્તાના નાણાં ના ભરતા હોવાથી મંડળીના દુધના સામુહિક નાણાંમાંથી રકમ કપાઈ જતાં અમો દુધ ઉત્પાદકોના નાણાં ચુકવી શકતા નથી. ઓડિટ તો થાય ત્યારે થાય પરંતુ હાલ તો દુધ ઉત્પાદક સભાસદોની નાણાં વગરના નાથિયા જેવી  કફોડી હાલત બની ગઇ છે. દિલીપ પુરોહિતબાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.