Western Times News

Gujarati News

બોલીવુડની કાળી દુનિયા: જેટલી ઉંડી તપાસ કરશો એટલો કાદવ નીકળશે

મીટુ, ડ્રગ્સ સહિતના મુદ્દે ચાલી રહેલી તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થશે : ડ્રગ્સ પાર્ટીઓના અનેક વીડિયો વાયરલ થવા છતાં મુંબઈ પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠયા: એનસીબીએ એક પછી એક ફિલ્મી હસ્તીઓને સંકજામાં લેવાની શરૂઆત કરી: બોલીવુડમાં અંડર વર્લ્ડના નાણાંનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ: ભારતીય યુવા કલાકારોને નશા ના રવાડે ચડાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર: બોલીવુડ ઉપરાંત ટેલીવુડમાં સેંકડો કલાકારો પોતાનો રોલ અદા કરી રહયા છે

વિશ્વમાં હોલીવુડ પછી બીજા નંબરનું સ્થાન ધરાવતી ફિલ્મી ઈન્ડસ્ટ્રીઝ બોલીવુડ છેલ્લા કેટલાક દિવસથી ખુબ જ ચર્ચાસ્પદ બનેલી છે. સુશાંતસિંહ કેસમાં મુંબઈ પોલીસની ઘોર બેદરકારીના કારણે દેશભરમાં આ મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બનતાં સીબીઆઈને તપાસ સોંપવામાં આવી હતી અને આ કેસમાં સુશાંતસિંહની નીકટ રહેનારા તમામ લોકોની પુછપરછ કરતાં ડ્રગ્સનું કનેકશન બહાર આવ્યું છે. ડ્રગ્સ એ બોલીવુડમાં સામાન્ય બાબત હતી પરંતુ સુશાંતસિંહના કેસમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ સોવિક ચક્રવર્તીની પુછપરછમાં અનેક મોટા ખુલાસા થતાં સીબીઆઈના અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં.

સીબીઆઈએ તમામના ફોન રેકોર્ડ કબજે કરતાં કેટલાક મેસેજાે ખૂબ જ ચોંકાવનારા હતા જાેકે આ મેસેજાે બોલીવુડ માટે સામાન્ય હતાં. મેસેજાેમાં ખુલ્લેઆમ ડ્રગ્સની વાતચીત થતી જાેવા મળી હતી. આ ચોંકાવનારી વિગતો સીબીઆઈએ એનસીબીને આપતા જ એનસીબીના અધિકારીઓ હરકતમાં આવી ગયા છે અને સીબીઆઈ કરતા પણ ખુબ જ ઝડપથી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. સુશાંતસિંહ કેસ કરતા ડ્રગ્સ કેસની તપાસ ઝડપથી શરૂ થતાં બોલીવુડમાં ખળભળાટ મચી ગયો છે.

એનસીબીએ ધરપકડનો દોર શરૂ કરતા જ બોલીવુડ સાથે સંકળાયેલા અનેક લોકોમાં ફફડાટ જાેવા મળ્યો છે. એનસીબી દ્વારા તપાસનો દોર આગળ વધતા એક પછી એક ધરપકડ શરૂ કરવામાં આવતા જ ચોંકાવનારી વિગતો બહાર આવવા લાગી છે. સુશાંતસિંહ કેસમાં રિયા ચક્રવર્તી તથા તેના ભાઈ સોવિક ચક્રવર્તીના ફોનની ડીટેલ્સ મેળવવામાં આવતા બોલીવુડમાં સામાન્ય બની ગયેલું ડ્રગ્સ કૌભાંડ બહાર આવી ગયું છે. એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરતા જ ભારે ઉહાપોહ મચી ગયો હતો.

બોલીવુડની કેટલીક હસ્તીઓએ બોલીવુડને બદનામ નહી કરવાના નિવેદનો કરતા સોશિયલ મીડીયા પર રીતસર તરફેણ અને વિરોધમાં મેસેજાે વહેતા થવા લાગ્યા હતાં. લોકસભામાં ભાજપના સાંસદ મનોજ તિવારીએ આ મુદ્દો ઉઠાવતાં જ બોલીવુડમાં ફેલાયેલા ડ્રગ્સ કૌભાંડના પડઘા સંસદ સુધી પડયા હતાં એટલું જ નહીં પરંતુ તમામની સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી હતી. બીજા જ દિવસે રાજયસભાના સભ્ય અને ફિલ્મ અભિનેત્રી જયા બચ્ચને તિવારીની વિરૂધ્ધમાં નિવેદન કરતાં જ દેશભરમાં જયા બચ્ચન વિરૂધ્ધ સોશીયલ મીડીયામાં અનેક ટીપ્પણીઓ થવા લાગતા મામલો ગરમાયો છે.

ટીવી ચેનલો પર બોલીવુડમાં ચાલતા ડ્રગ્સ કૌભાંડની એક પછી એક વિગતો બહાર આવતા બોલીવુડમાં જાણે સન્નાટો ફેલાઈ ગયો છે તેવુ વાતાવરણ જાેવા મળી રહયું છે. એટલું જ નહી પરંતુ હવે બોલીવુડમાં કેટલા કલાકારો ડ્રગ્સ લે છે તેની વિગતો પણ બહાર આવવા લાગી છે. બોલીવુડ સાથે સંકળાયેલા કેટલાક લોકો ડ્રગ્સ કનેકશનમાં જાેડાયેલા નથી તેવા લોકો ખાનગીમાં આવી બાબતો લીંક કરવા લાગ્યા છે. બોલીવુડમાં પાર્ટીઓની અંદર લેવાતા ડ્રગ્સના વિડીયો વાયરલ થવા લાગ્યા છે તેમાંય ખાસ કરીને કરણ જાેહરના ઘરે યોજાયેલી પાર્ટીમાં અર્જુન કપુર, વરૂણ ધવન, રણબીર કપુર સહિતના અભિનેતાઓ તથા અભિનેત્રીઓ રીતસર ડ્રગ્સ લેતા જાેવા મળી રહયા છે. આ વીડિયો જુનો છે પરંતુ તેના આધારે મુંબઈ પોલીસે કોઈ જ તપાસ કરી ન હતી.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

ડ્રગ્સ કૌભાંડમાં એક પછી એક વિગતો બહાર આવતા જાણીતી ફિલ્મ હસ્તીઓના નામો પણ બહાર આવવા લાગ્યા છે. બોલીવુડમાં અંડર વર્લ્ડનો પગ પેસારો હવે ખુબજ મજબુત બની ગયો છે. એટલું જ નહીં પરંતુ અંડરવર્લ્ડના ઈશારે જ આ તમામ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી છે તેવુ ચિત્ર સ્પષ્ટપણે ઉપસી રહયું છે. પરંતુ આંતકવાદીઓના ખાત્મા માટે જાણીતી મુંબઈ પોલીસ બોલીવુડના આ રેકેટમાં ખુબ જ મૌન અને નિષ્ક્રિય જાેવા મળી રહી છે જેના પરિણામે મુંબઈ પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠવા લાગ્યા છે. સુશાંત કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવતા જ દેશભરમાં મુંબઈ પોલીસ વિવાદમાં સપડાયેલી છે એટલું જ નહી.

પરંતુ હવે ડ્રગ્સ કૌભાંડમાં રોજે રોજ નવા ખુલાસા થતાં પોલીસ પણ સમગ્ર કાર્યવાહી જાેઈ રહી છે પરંતુ આ સમગ્ર તપાસ કેન્દ્રીય એજન્સી એનસીબી કરી રહી હોવાથી મહારાષ્ટ્ર પોલીસના હાથમાંથી બાજી સરકી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. રિયા ચક્રવર્તીએ રર થી વધુ જાણીતી ફિલ્મ હસ્તીઓના નામો એનસીબીના અધિકારીઓને આપ્યા છે જેના આધારે હવે એનસીબી એક પછી એક આ તમામને સમન્સ પાઠવી રહી છે. બોલીવુડમાં ડ્રગ્સ કનેકશન હવે સડો બની ગયું છે.

બોલીવુડ ઉપરાંત ટેલીવુડમાં દેશભરમાંથી સેંકડો યુવક-યુવતીઓ પોતાનું કેરિયર બનાવવા મુંબઈમાં અથાગ પરિશ્રમ કરી રહયા છે. પરંતુ ડ્રગ્સ કનેકશન ટેલીવુડમાં પણ પ્રવેશી ચુકયું છે. મુંબઈમાં રાત્રિ દરમિયાન યોજાતી જાજરમાન પાર્ટીઓમાં ફિલ્મ હસ્તીઓની ઉપસ્થિતિ શંકાસ્પદ બાબત છે.

આવી પાર્ટીઓમાં ડ્રગ્સનું સેવન કરવામાં આવતુ હોય છે પરંતુ મુંબઈ પોલીસ દ્વારા ગણ્યા ગાંઠયા કલાકારો સામે જ કાર્યવાહી કરી છે અગાઉ ફિલ્મી અભિનેતા ફિરોઝખાનના પુત્ર ફરદીન ખાન તથા સુનીલ દત્તના પુત્ર સંજય દત્ત સામે નજીવી કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ સુશાંતસિંહ કેસથી બોલીવુડમાં વ્યાપક બનેલા ડ્રગ્સ કૌભાંડે અનેક વિગતો ખુલતા દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. બોલીવુડની કાળી દુનિયામાં જેટલી તપાસ ઉંડી ઉતરશે તેટલો જ તેમાંથી કાદવ બહાર આવવાનો છે. પરંતુ કેન્દ્રીય એજન્સીઓ હવે આ કાદવને બહાર કાઢવા માટે કવાયત કરી રહી છે.

સુશાંતસિંહ કેસમાં ડ્રગ્સ કૌભાંડની તપાસ કરી રહેલા એનસીબીના અધિકારીઓને અનેક નામો મળ્યા છે. સોશીયલ મીડિયા પર દિપિકા પાદુકોણ, દિયા મીરજા, સારાઅલી ખાન, રકુલ પ્રિતસિંહ, રણબીર કપુર સહિતના નામો મળ્યા છે આ પરિસ્થિતિમાં એનસીબીના અધિકારીઓ બોલીવુડમાં ચાલતા ડ્રગ્સ કૌભાંડના મુળ સુધી પહોંચવાના છે ભારતમાં આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી આવે છે તેવું ખુલ્લેઆમ ચર્ચાઈ રહયું છે. દેશ વિરોધી તત્વો દ્વારા આ એક વ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવેલું છે અને તેમાં અનેક ફિલ્મ હસ્તીઓ સંડોવાયેલી છે તેવુ જગજાહેર છે અગાઉ ભારતમાં બોમ્બ વિસ્ફોટ કરી નિર્દોષ નાગરિકોના જીવ લેવાના કેસમાં વોન્ટેડ દાઉદની પાર્ટીમાં બોલીવુડના અનેક કલાકારો જાેવા મળેલા છે અને હજુ પણ બોલીવુડમાં અંડર વર્લ્ડનો મજબુત હાથ હોવા છતાં મહારાષ્ટ્ર સરકારે કોઈ જ કાર્યવાહી કરી નથી.

જેના પરિણામે હવે કેન્દ્રીય એજન્સીઓ એક પછી એક મહત્વપૂર્ણ ખુલાસા કરી રહી છે. રિયા ચક્રવર્તીએ એનસીબીના અધિકારીઓને ખુબ જ ચોંકાવનારી વિગતો આપી છે એટલું જ નહી પરંતુ આ તમામના ફોન રેકોર્ડ પણ એનસીબીના અધિકારીઓ દ્વારા મેળવવામાં આવેલા છે જેમાં ખુલ્લેઆમ ડ્રગ્સ અંગેની વાતચીત જાેવા મળી રહી છે તે જાેતા આગામી દિવસોમાં બોલીવુડના અનેક મોટા કલાકારો અને અભિનેત્રીઓ ઉપર કાર્યવાહીની તલવાર તોળાઈ રહી છે. ટેલીવુડમાં પણ ડ્રગ્સ રેકેટનો પગ પેસારો થઈ રહયો છે તેને અટકાવવા માટે પણ તાત્કાલિક અસરથી કામગીરી કરવી જરૂરી છે.

જાેકે એનસીબીના અધિકારીઓ આ દિશામાં જ કામગીરી કરી રહયા છે. બોલીવુડમાં વધુ એક વિવાદ સર્જાયો છે ફિલ્મ ડાયરેકટર અનુરાગ કશ્યપ સામે ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોસે મીટુ નો આરોપ લગાવી સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવતા બોલીવુડમાં ફરી એક વખત જુનો વિવાદ સપાટી પર આવી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.