સ્વર્ગાદિ લાલચો છોડીને રત્ન ચિંતામણી લીધો તે ભયમુકત થયો
એક જંગલની અંદર ચાર મુસાફરો જઈ રહયા હતા. ચારે જણે સામાન્ય લાકડાં લીધાં. વળી આગળ ચાલ્યા. રસ્તામાં સુખડના લાકડાં લીધાં. તે જાેઈ ચારમાંના ત્રણ જણે સામાન્ય લાકડાં છોડી સુખડનાં લીધાં. વળી આગળ ચાલતાં સોનું જાેવામાં આવ્યું.
આ જાેઈ બે જણે સુખડનાં લાકડાં નાખીસોનું લીધું. વળી આગળ જતાં રત્ન ચિંતામણી જાેયો તો તે જાેઈ એક જણે સોનું ફેકી તેને લીધો. અહીં આ ચાર મુસાફરો સંસારરૂપી વનના અને વાસ્તવમાં ચાર જાતના જીવરૂપી વિશ્વના પ્રવાસે નીકળેલા પ્રવાસીઓ જ છે. તેમાં પહેલાં લૌકીક કર્મો કરતાં જ્ઞાની પુરુષોને ઓળખ્યા અને દર્શન ન કર્યા. તેથી તેની સાચી ગતી થઈ ત્રીજાને દેવ ગતિ થઈ અને ચોથાએ સ્વર્ગાદિ લાલચો છોડીને રત્ન ચિંતામણી લીધો તે ભવમુકત થયો.
જગતમાં જુદી જુદી કક્ષાના જીવો હોય છે. કેટલાંક સંસારમાં રહે, જીવે, ખાય-પીવે અને સમય થતાં ગુજરી જાય. કેટલાંક આત્માની ઉન્નતી માટે પ્રયત્નો કરે, થોડું પામે પણ વધુ પ્રગતી ન કરે. કેટલાંક પ્રગતી કરે ખરા પણ અમુક હદે અટકી જાય, જયારે થોડાક એવા છે જેઓ સ્વર્ગનું સુખ પણ તુચ્છ ગણીને આત્મા અને પરમાત્માને ઓળખે અને ભવમુકત થાય.