ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં કારગિલ વિજય દિવસને પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડસ લખીને યાદ કરાયો
(પ્રતિનિધિ) ભરૂચ, કારગિલ વિજય દિવસ ના ૨૬ જુલાઈના રોજ ૨૦ વર્ષ પૂરા થયાના માનમાં ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ અને ગ્રંથપાલ સહિત સર્વે વાચકોએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને પોસ્ટકાર્ડ લખ્યો છે અને તેમાં જણાવ્યુ છે કે અમે પણ ભારતના કારગિલ વિજય દિવસ વિજય દિવસને ખરા દિલથી યાદ કરીએ છીએ અને જેમણે દેશની રક્ષા કરી તે વીરોને વંદન કરીએ છીએ અને જે વીરોએ પોતાના પ્રાણની આહુતિ આ વિજય પ્રાપ્ત કરાવવામાં આપી છે અને તેઓ યુદ્ધ મોરચેથી પાછા ન ફરી શક્યા તેમને શ્રદ્ધાંજલિ’ આપીએ છીએ.
દરેક વિધાર્થીએ પોતાની અભિવ્યક્તિ જય હિન્દના નારા સાથે આ પોસ્ટકાર્ડમાં વ્યકત કરી છે અને પ્રધાનમંત્રીજીને જણાવ્યુ છે અમારો આ સંદેશો સૌ દેશવાસીઓ સુધી પહોચાડશોજી અને એ પણ જણાવ્યુ છે કે અમે પણ દેશ માટે અમારું સર્વસ્વ અર્પણ કરીએ છીએ અને એવી પ્રાર્થના અને પ્રયત્ન કરીએ છીએ કે આપણો ભારત દેશ વિશ્વમાં એના સર્વો¥મ શિખર પર પહોચે.વાંચન થકી જાગૃતિ ફેલાવવામાં કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી હમેશા પ્રેરણાદાઈ કાર્યો કરતી રહે છે.