કચ્છ હાઈવે પર કાર અને ટ્રક ટકરાતાંં બેનાં મોત, બેને ઈજા
ગાંધીનગર, માળીયા કચ્છ હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મુંબઇથી કચ્છ જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. સુસવાવ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી છે. આ ઇજાગ્રસ્તોને ૧૦૮ની દ્રારા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા છે. આ અંગેની જાણ થતાં માળિયા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાર ખુલ્લી બોડીના ટ્રકની પાછળ ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ૨૬ વર્ષનાં બીત્ર બિપિન ગાલા અને ૬૨ વર્ષના બિપીન ગાલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું.
આ સાથે વિકી બિપીનભાઈ ગાલા અને કલ્પનાબેન બિપીનભાઈ ગાલાને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. નોંધનીય છે કે, બે મહિના પહેલા મોરબી માળિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખીરઇ ગામ નજીક બપોરનાં સમયે એક કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર ત્રણ લોકો પૈકી એકુનું ઘટના સ્થળે મોત થયું હતું તો બે લોકોના મોત હોસ્પિટલમાં સારવાર દરમ્યાન થયા હતા. ઘટનાને પગલે ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી.SSS