વિરપુરના ધોરાવાળા આંગણવાડીના ભૂલકાઓ અભ્યાસની સીડીના પ્રથમ પગથિયાથી જ સુવિધાઓથી કોષો દૂર
(પ્રતિનિધિ)વિરપુર, બાળકો ને ભણતર માટે પ્રોત્સાહિત કરવા સરકાર અભિયાન ચલાવે બીજી બાજુ ભણવા આવતા બાળકોને બેસવા આંગણવાડીનું પોતાનું મકાન જ નથી. મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના ઘોરાવાડા ગામની આંગણવાડી કેન્દ્રનુ સરકારી મકાન જર્જરિત હાલતમાં હોવાથી પ્રાઈવેટ મકાનમાં બેસવા મજબુર બાળકો સુત્રો દ્વારા મળતી માહિતી અનુસંધાને ઘોરાવાડા ગામની આંગણવાડી કેન્દ્ર જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિક આગેવાનો તેમજ આંગણવાડી કેન્દ્રના કર્મચારી દ્વારા ગામ સભામાં લૈખીક ઠરાવ કર્યો હોવા છતાં આજદિન સુધી આંગણવાડી કેન્દ્રનુ નવિન બાંઘકામ ના કરતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે તારિખ ૨/૧૦/૧૭ ના રોજ ગામ સભામાં ગામના આગેવાનો દ્વારા તેમજ આંગણવાડી કેન્દ્રના કર્મચારી દ્વારા ઠરાવ પસાર કર્યો હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા આજદિન સુધી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યાં નથી નવિન આંગણવાડી કેન્દ્ર માટે તાલુકા પંચાયતમાં પણ અનેક વાર મૌખિક જાણ કરી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા થઈ જશે તેવા આશ્વાસન આપી રહ્યા છે તો ઘોરાવાડા ગામની આંગણવાડી નું નવિન મકાન બનાવી આપવામાં આવે તેવી સ્થાનિક પ્રજા ઈચ્છી રહી છે..*