Western Times News

Gujarati News

મ્યુનિ. મેલેરીયા વિભાગનું ખાનગીકરણ: કોન્ટ્રાકટરો જ મચ્છર મારશે

મેલેરીયા વિભાગમાં વર્ષોથી અડ્ડો જમાવી બેઠેલા ત્રણ-ચાર કોન્ટ્રાકટરોને જ ફોગીંગ આઈ.આર.સ્પ્રે. ના કામ સોપાયા
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં કોરોનાની સાથે સાથે મચ્છરજન્ય રોગચાળો પણ વકરી રહયો છે. મચ્છરોની ઉત્પતિ અને રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે મેલેરીયા વિભાગ દ્વારા દર વરસે દવા છંટકાવ તથા ફોગીંગની કામગીરી કરવામાં આવે છે પરંતુ ચાલુ વરસે અગમ્ય કારણોસર મેલેરીયા વિભાગની કામગીરી લગભગ ઠપ્પ થઈ ગઈ છે તથા શેહરની સડકો પર જાેવા મળતા સફેદ પાવડર (ચૂનો) તેમજ દવાના ધુમાડા જાેવા મળતા નથી. મેલેરીયા વિભાગની સદ્‌ર નિષ્ક્રિયતાનું મુખ્ય કારણ ખાનગીકરણ છે. મ્યુનિ. મેલેરીયા વિભાગે અહીંસાનો માર્ગ અપનાવીને મચ્છરો મારવાની જવાબદારી કોન્ટ્રાકટરોને સોપવા નિર્ણય કર્યો છે તથા ધૂમાડા કરવા કે આઈ.આર.સ્પ્રે કરવા માટે જુના પરંપરાગત કોન્ટ્રાકટરોની સીન્ડીકેટને કામ સોપવા નિર્ણય કર્યો છે જેની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ રજુ કરવામાં આવી છે.
મ્યુનિ. કોર્પોરેશનના અલગ-અલગ વિભાગોમાં થયેલા ખાનગીકરણમાં મેલેરીયા વિભાગનો પણ સમાવેશ થઈ રહયો છે.

શહેરમાં સતત વકરી રહેલ મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે ફોગીંગ તથા આઈ.આર.સ્પ્રે ના કોન્ટ્રાકટ આપવામાં આવી રહયા છે. નોંધનીય બાબત એ છે કે આઈ.આર.એસ.ની સાથે સાથે ગત વર્ષથી ફોગીંગનું પણ ખાનગીકરણ કરવામાં આવ્યુ છે. જાેકે આ બંને કામગીરી કરનાર સંસ્થાઓ એક જ છે. મ્યુનિ. મેલેરીયા વિભાગ દ્વારા રજુ કરવામાં આવેલી દરખાસ્ત મુજબ ત્રણ કોન્ટ્રાકટરો વચ્ચે સાત ઝોનની વહેંચણી કરવામાં આવી હતી જેમાં પેસ્ટ કન્ટ્રોલ એન્ટરપ્રાઈઝને ઉત્તર પશ્ચિમ ઝોન, દ. પશ્ચિમ ઝોન તથા પૂર્વઝોનનું કામ આપવામાં આવ્યુ હતું.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

પેસ્ટ કેર ઈન્ડીયા પ્રા.લી.ને ઉત્તરઝોનનો કોન્ટ્રાકટ આપવા નિર્ણય કરવામાં આવ્યો હતો જયારે એચ.પી.સી કોર્પોરેશનને દક્ષિણ ઝોન, મધ્યઝોન તથા પશ્ચિમ ઝોનના કામ સોપવા નિર્ણય થયો હતો પરંતુ પેસ્ટ કન્ટ્રોલ એન્ટરપ્રાઈઝ દ્વારા અન્ય ઝોનમાં કામ કરવાની માંગણી કરવામાં આવતા તેના ટેન્ડર રદ કરી એકમાત્ર એચ.પી.સી કોર્પોરેશનને ૦૬ ઝોનના કામ સોંપવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે પેસ્ટ કન્ટ્રોલ એન્ટરપ્રાઈઝે પૂર્વઝોનમાં આઈ.આર. સ્પ્રે નું કામ કરવાની ના કહી હતી તેને જ પૂર્વઝોનમાં ફોગીંગનું કામ સોંપવામાં આવ્યુ છે તેથી આઈ.આર. સ્પ્રે. ના કામ અગાઉથી થયેલ ગોઠવણ મુજબ ત્રણ પાર્ટીએ ટેન્ડર ભર્યા હશે ત્યારબાદ એચ.પી.સી કોર્પોરેશનને જ તમામ કામ સોંપવામાં આવી રહયુ છે. જાે પેસ્ટ કન્ટ્રોલ એન્ટરપ્રાઈઝ લોએસ્ટ ભાવ ભર્યા બાદ કામ કરવા ના પાડે તો પછી તેને બ્લેકલીસ્ટ કરવાના બદલે ફોગીંગનો કોન્ટ્રાકટ શા માટે આપવામાં આવ્યો ? આ પેચીદા સવાલનો જવાબ મેલેરીયા વિભાગના વડા પાસે જ હોઈ શકે છે.

મ્યુનિ. મેલેરીયા વિભાગ પાસે પર્યાપ્ત માત્રામાં ફોગીંગ મશીન છે તથા ઈન્ડોર એકટીવીટી માટે આઈ.આર. સ્પ્રે ના કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે તેમ છતાં ઈન્ડોર થર્મલ ફોગીંગના નામે કોન્ટ્રાકટરલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં પણ ત્રણ પાર્ટીઓએ જ મજબુત સાંઠગાંઠ કરી કામની વહેંચણી કરી હોવાનું માનવામાં આવી રહયું છે.

મ્યુનિ. મેલેરીયા વિભાગના ઈન્ડોર થર્મલ ફોગીંગના ટેન્ડરમાં પેસ્ટ કન્ટ્રોલ એન્ટરપ્રાઈઝ એચ.પી.સી કોર્પોરેશન તથા સેન્ટ્રલ વેર હાઉસીંગ કોર્પોરેશન લીમટેડ નામની ત્રણ સંસ્થાઓએ જ ટેન્ડર ભર્યા હતા. જેમાં પેસ્ટ કન્ટ્રોલ એન્ટરપ્રાઈઝે મધ્ય, પૂર્વ તથા દક્ષિણ ઝોન માટે ઘર દીઠ રૂા.૧ર.૩પ ના ભાવ આપ્યા છે. એચ.પી.સી. કોર્પોરેશને પશ્ચિમ તથા દક્ષિણ ઝોન માટે ઘર દીઠ રૂા.૧૪.પ૦ ના ભાવ ભર્યા છે. જયારે સેન્ટ્રલ વેર હાઉસીંગ કોર્પોરેશન લીમીટેડે ઉત્તરઝોન માટે રૂા.૧ર.૩પ તથા ઉત્તર પશ્ચિમ ઝોન માટે રૂા.૧૪.પ૦ ના ભાવ આપ્યા છે. નોંધનીય બાબત એ છેકે સેન્ટ્રલ વેર હાઉસીંગ કોર્પોરેશને અન્ય પાંચ ઝોન માટે રૂા.૧૮.૮પ જેટલા ઉંચા ભાવ આપીને બાકી બે કોન્ટ્રાકટરો માટે માર્ગ મોકળો કર્યો છે.

મ્યુનિ. મેલેરીયા વિભાગમાં આઈ.આર. સ્પ્રે. તમામ સફાઈ સહીતની વિવિધ કામગીરી માટે ત્રણ-ચાર કોન્ટ્રાકટરોના એકચક્રી શાસન ચાલી રહયા છે. ગત્‌ વરસે આ તમામ કોન્ટ્રાકટરોએ રૂા.રર જેટલા ઉંચા ભાવ આપ્યા હતા જેની સામે એક નવા કોન્ટ્રાકટરે રૂા.૧૪ના ભાવ ભર્યા હતા જેના કારણે સીન્ડીકેટવાળા ફીકસમાં મુકાઈ ગયા હતા. તથા નવા ટેન્ડર જાહેર કરવા અધિકારીઓને ફરજ પાડી હતી. ગત્‌ વરસે રૂા.૧૪ ના ભાવથી જે કોન્ટ્રાકટરો કામ કરવા તૈયાર થયા ન હતા તે જ કોન્ટ્રાકટરો આ વરસે પણ કામ કરી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.