બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ વીઆરએસ લીધું
નવી દિલ્હી, સુશાંત સિંહ રાજપુત કેસમાં ચર્ચામાં આવેલા બિહારનાં ડીજીપી ગુપ્તેશ્વર પાંડે જેને સુશાંત મામલે કેસની તપાસ હાથ ધરવા માટે તત્પરતા દેખાડી હતી તેમણે મંગળવારે સ્વૈચ્છિક સેવા નિવૃતિ લઈ લીધી છે. તેઓ ૧૯૮૭ બેચનાં આઈપીએસ અધિકારી છે. ગુહ વિભાગે પણ તેમની સ્વૈચ્છિક નિવૃતિને પરવાનગી આપી છે. રિટાયરમેન્ટનાં પાંચ મહિના પહેલા જ તેઓએ વીઆરએસ લેનાર ગુપ્તેશ્વર પાંડે હવે રાજનીતિનાં મેદાને ઉતરશે તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે. સુશાંત કેસ મામલે પટનામાં એફઆઈઆર દાખલ થઈ અને ત્યાર બાદ બિહારનાં ડીજીપી ગુપ્તેશ્વર પાંડે પણ સુશાંત મામલે તપાસને વેગ આપવા માટે એક્શન મોડમાં આવ્યા હતાં. અને મુંબઈ પોલીસની ઢીલી કાર્યવાહી અને બિહાર પોલીસને સહકાર ન આપવા બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. જણાવી દઈએ કે ગુપ્તેશ્વર પાંડેની બિહારના યુવાનોમાં ખૂબ જાણીતા છે.
ડીજીપી ગુપ્તેશ્વર પાંડેની ૨૦૧૯માં બિહારનાં ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને ડીજીપી તરીકેનો તેમનો કાર્યકાળ ફેબ્રુઆરી ૨૦૨૧માં સમાપ્ત થઈ રહ્યો છે પરંતુ તેમણે કાર્યકાળ સમાપ્ત થવાનાં પાંચ મહિના અગાઉ જ વીઆરએસ લઈ લીધું છે. એવી અટખળો વહેતી થઈ હતી કે ડીજીપી પાંડે બિહારમાં આવી રહેલી ચૂંટણીમાં રાજકરણમાં હાથ અજમાવશે.
સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ પાંડેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે હતું કે લોકો તેમને મળવા આવી રહ્યા છે અને એકવાર તેઓ આ લૌલિક આચારમાંથી ફ્રી થશે ત્યાર બાદ આગાળના ભવિષ્ય અંગે વિચાર કરશે. તેમણે કહ્યું કે ‘બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા અંગે હજુ મે કંઈ કહ્યું હનથી. લોકો કંઈપણ પોતાની મરજી મુજબ બોલી શકે છે. મે ડીજીપી તરીકે ફરજ બજાવી છે હવે હું ફ્રી છું. હજુ સુધી તો હું કોઈ રાજકીય પક્ષમાં જોડાયો નથી. આ બાબતે મ હજુ સુધી કોઈ ર્નિણય નથી લીધો.’
મે રાજ્યમાં ડીજીપી તરીકે ફરજ બજાવી અને રાજ્યનો કાયદો અને વ્યવસ્થા સુચારુ ચાલતી રહે તે માટે તમામ પ્રયાસ કર્યા છે. સીએએ-એનસીઆર સમયે દેશના અનેક રાજ્યોમાં મોટા આંદોલનો થયો હતા અને હિંસાત્મક પ્રોટેસ્ટ પણ થઈ હતી. જોકે બિહારમાં અમે કાયદો વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. તેમણે ઉમેર્યું કે ‘મે કાલે જ વીઆરએસ લઈ લીધું છે. હવે હું ફ્રી મેન છું કોઈ ડીજીપી મેન નથી. લોકો જુદા જુદા જિલ્લામાંથી મને મળવા માટે આવે છે. હું તેમને મળ્યા બાદ શું કરવું તેનો ર્નિણય કરીશ. જોકે હજુ સુધી મને કોઈ રાજકીય પાર્ટીના લોકો મળવા આવ્યા નથી. તો મે પણ કોઈપક્ષ સાથે જોડાણ કર્યું નથી. જ્યારે હું કોઈ પક્ષમાં સામેલ થઈશ ત્યારે તમને ચોક્કસ જાણ કરીશ. બાકી જ્યાં સુધી સામાજીકક સેવાની વાત છે તે તો હું કોઈ રાજકીય પાર્ટીમાં જોડાયા વગર પણ કરી જ શકું છું.’SSS