Western Times News

Gujarati News

Reliance Foundationએ ટીચર એવોર્ડથી 1000 શિક્ષકોને નવાજ્યા

મુંબઈ: ભારત – 26 જલાઇ, 2019: જે શિક્ષકોએ સેન્ટા (CENTA)ના ટીચીંગ પ્રોફેશનલ્સ ઓલિમ્પીયાડ (ટીપીઓ) 2018માં શ્રેષ્ઠતા પ્રાપ્તકરતી હતી તેમનું રિલાયન્સ ફાઉન્ડેશને 1000 જેટલા શિક્ષકોને રિલાયન્સ ફાઉન્ડેશન ટીચર એવોર્ડઝથી નવાજીને સન્માન કર્યું છે.સેન્ટા ટીપીઓ 2018ના વિજેતાને સમૂહને ટીપીઓની 5મી આવૃત્તિના રાષ્ટ્રીય પ્રારંભને પગલે વિવિધ સંગઠનોના અગ્રણીઓની હાજરીમાં યુનેસ્કો, યુનિસેફ, સીબીએસઈ બોર્ડના સભ્યો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

રિલાયન્સ ફાઉન્ડેશને સેન્ટર ફોર ટીચર એક્રીડિટેશન (સેન્ટા) સાથે ભાગીદારી કરીને રિલાયન્સ ફાઉન્ડેશન ટીચર એવોર્ડની હવે પછીનીઆવૃત્તિની જાહેરાત કરી છે અને સેન્ટા ટીપીઓ 2019 મારફતે પ્રતિભાઓને ઓળખી કાઢવાની યાત્રાને ચાલુ રાખવા માગે છે જેમાં આ રાષ્ટ્રીયસ્પર્ધાના 1000 વિજેતાઓમાંથી પ્રત્યેકને રોકડ ઇનામ અને પ્રમાણપત્રોથી નવાજવામાં આવશે.

સેન્ટા ટીચીંગ પ્રોફેશનલ્સ ઓલિમ્પીયાડ (ટીપીઓ) 2019 14 ડિસેમ્બર 2019ના રોજ ભારતભરમાં 75 શહેરોમાં તેમજ દુબઇ અને અબુધાબીમાંપણ યોજાશે. ટીપીઓ 2019 પ્રાથમિકથી સિનીયર સેકંડરી સુધી 23 વિષયોમાં ઉપલબ્ધ રહેશે.

રિલાયન્સ ફાઉન્ડેશન શિક્ષકના વ્યવસાયને મહત્ત્વાકાંક્ષીય વ્યવસાય બનાવવાના હેતુથી વ્યાવસાયિક વિકાસ માટે તકો પૂરી પાડવા માટે ડિજીટલ પ્લેટફોર્મનો લાભ ઉઠાવવા માગે છે અને તે રીતે ભારતમાં ગુણવત્તાયુક્ત શિક્ષણમાં વધારો કરવા માગે છે. આ પ્રસંગે બોલતા શ્રીમતી ઇશા અંબાણીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ ફાઉન્ડેશન ટીચર્સ એવોર્ડ્સ મારફતે ઉદાહરણરૂપ શિક્ષકોની મહેનતઅને સમર્પિત પ્રયત્નોને ઓળખી કાઢવાનો અમને ગર્વ છે. શિક્ષકો આપણા રાષ્ટ્રના ભવિષ્યને આકાર આપવા માટે નાના બાળકોને જરૂરીકુશળતાઓ સાથે સજ્જ કરવામાં અમૂલ્ય ભૂમિકા ભજવે છે. રિલાયન્સ ફાઉન્ડેશન શિક્ષકોને તેમની કુશળતાઓ વિકસાવવામાં અને મજબૂત બનાવવામાં ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે જેથી ભારતભરમાં શિક્ષણ પુરૂં પાડવાની વ્યવસ્થામાં સુધારો લાવવામાં મદદ કરી શકાય.

સેન્ટર ફોર ટીચર એક્રીડીટેશન (સેન્ટા)ના સ્થાપક અને સીઇઓ શ્રીમતી રમ્યા વેંકટરામને જણાવ્યું હતું કે,”સેન્ટા ટીપીઓ શ્રેષ્ઠ શિક્ષકોની રાષ્ટ્રીય ઓળખ માટે એક પ્લેટફોર્મ ઊભું કરવાનો આશય રાખે છે – તે  શિક્ષણને મહત્વાકાક્ષીય બનાવવાના બહોળા મિશનમાં મૂળભૂત ભૂમિકા બજાવે છે.” સેન્ટા ટીપીઓ ચાલુ વર્ષે 14 ડિસેમ્બર 2019ના રોજ યોજાનાર છે અને દેશભરના શિક્ષકો માટે રજિસ્ટ્રેશન ખુલ્લુ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.