Western Times News

Gujarati News

ટોયોટા કિર્લોસ્કર મોટરએ નવી Toyota Urban Cruizerએસયુવી રજૂ કરી

એકદમ નવી ટોયોટા અર્બન ક્રુઝર (Toyota Urban Cruizer) આ શ્રેણીમાં પોતાની ઉપસ્થિતિને મજબૂત કરશે અને યુવા ગ્રાહકોની વધતી જરૂરિયાતોને પૂર્ણ કરશે. ટોયોટા અર્બન ક્રુઝર વૈશ્વિક ટોયોટા-સુઝુકી ભાગીદારી અંતર્ગત ભારતમાં રજૂ થનારું બીજું મોડલ છે. આ પહેલાં પ્રીમિયમ હેચબેક ટોયોટા ગ્લાન્ઝા (Premium Hatch Back Glanza) રજૂ કરવામાં આવી હતી, જેને ખુબજ પસંદ કરવામાં આવી અને તે અત્યંત સફળ રહી હતી.

અર્બન ક્રુઝર આજના યુવા અચીવર્સ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ કંઇક કરવા માગે છે અને સન્માનની વાત અલગ હોય છે, તેમાં  વિશ્વાસ ધરાવે છે. લાંબા સમયથી રાહ જોવાતી કોમ્પેક્ટ એસયુવીને આજે આયોજિત એક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે ટીકેએમના મેનેજિંગ ડાયરેક્ટર મસાકાઝુ યોશિમુરા, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, સેલ્સ અને સર્વિસ નવીન સોની તથા સેલ્સ એન્ડ માર્કેટિંગના વાઇસ પ્રેસિડેન્ટ તદાશી અસાઝુમા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે યુથ આઇકોન અને લોકપ્રિય ભારતીય સુપરસ્ટાર અને ગાયક આયુષ્માન ખુરાના વિશેષ સન્માનિત અતિથિ હતાં. તેમણે કાર્યક્રમમાં ભાગ લીધો તથા લોન્ચ પ્રસંગે ઉપસ્થિત લોકોને પ્રેરણા આપતી પોતાની વાર્તા કહી કે કેવી રીતે રેડિયો જોકીમાંથી સફળ અભિનેતા બન્યાં.ઓલ ન્યુ અર્બન ક્રુઝમાં એક શક્તિશાળી કે સિરિઝ એન્જિન રહેશે. આ 1.5 લીટરનું ચાર સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે અને મેન્યુઅલ ટ્રાન્સમીશન (એમટી) તથા ઓટોમેટિક ટ્રાન્સમીશન (એટી)ના વિકલ્પોમાં ઉપબ્ધ બનશે.

તેમાં અનુક્રમે પ્રતિ લીટર 17.03 કિમી અને  પ્રતિ લીટર 18.76 કિમીની ક્ષમતા પ્રાપ્ત થશે. કોમ્પેક્ટ એસયુવીમાં ઉચ્ચ સ્તરની તમામ ખાસિયતો રહેશે, જે આજના ગ્રાહકો પોતાની કારમાં ઇચ્છે છે. વધુમાં તે યુવાનોને ટોયોટા પરિવારમાં ઝડપથી પ્રવેશ આપે છે અને વેચાણ તથા વેચાણ બાદ ટોયોટાના વૈશ્વિક માપદંડોનો અનુભવ પ્રદાન કરે છે. હંમેશાની માફક ટોયોટા માટે સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે –અર્બન ક્રુઝર ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ઇબીડીની સાથે એબીએસ, ઉન્નત બોડીની રચના, ઇલેક્ટ્રોક્રોમિક આઇઆરવીએમ, હિલ હોલ્ડ કંટ્રોલ, ઓડિયોમાં ડિસ્પ્લેની સાથે રિવર્સ પાર્કિંગ કેમેરા અને આઇએસઓએફઆઇએક્સ ચાઇલ્ડ સીટ રિસ્ટ્રેઇન્ટ સિસ્ટમ સામેલ છે.

ટોયોટા  અર્બન ક્રુઝર રજૂ કરવા અંગે વાત કરતાં ટીકેએમના મેનેજિંગ ડાયરેક્ટર મસાકાઝુ યોશીમુરાએ જણાવ્યું હતું કે, કોમ્પેક્ટ એસયુવીના ક્ષેત્રમાં અમારો પ્રવેશ એવાં સમયે થયો છે, જ્યારે આ વર્ગ પોતાના બોડી ટાઇપ અને માર્ગ ઉપર ઉત્કૃષ્ટ ઉપસ્થિતિને કારણે લોકપ્રિયતા હાંસલ કરી છે. તે આજના યુવાનોને વધુ કનેક્ટ પ્રદાન કરે છે. ટીકેએમમાં અમારું ધ્યાન હંમેશા ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ પ્રોડક્ટ્સ ડિલિવર પ્રદાન કરવા ઉપર હોય છે, જેઓ વર્ષોથી બ્રાન્ડ પ્રત્યે નિષ્ઠાવાન રહ્યાં છે. નવી ટોયોટા અર્બન ક્રુઝર આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અમે ઉત્તમ કાર, ટેક્નોલોજી અને પર્યાવરણ અનુકૂળ પ્રોડક્ટ્સ અને સેવાઓ રજૂ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં રહીશું. સુઝુકી સાથેની અમારી ભાગીદારી અમને આ દિશામાં આગળ વધવા બળ આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.