અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં બીજા રાજયોના દર્દીઓ સારવાર હેઠળ
(પ્રતિનિધિ) અમદાવાદ: “કોરોના બસ નામ હી કાફી હૈ” આ નામ પડતા જ ભલભલા મર્દોના ટાંટિયા ધ્રુજવા લાગે છે જેમને કોરોનાનો અનુભવ થયો છે તેઓ તો ઘરની બહાર નીકળતા ફફડી રહયા છે. બાકી ફાંકા- ફોજદારી કરનારાની આપણે ત્યાં ખોટ નથી શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ છે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા કોરોનાના સંક્રમણમાં આગળ છે.
તે રોજરોજના આંકડા પરથી ખ્યાલ આવે છે આપણે ત્યાં રાજય સરકારની અસરકારક કામગીરીના કારણે કોવિડ હોસ્પિટલોમાં એકંદરે ખૂબજ સારી કામગીરી જાેવા મળી છે. ઠીક છે જયાં મોટાપાયા પર સારવાર થતી હોય ત્યાં કચાશ રહી જતી હોય છે
પરંતુ ગુજરાતમાં કોરોનાની શ્રેષ્ઠ સારવાર મળતી હોવાથી અન્ય રાજયોના પેશન્ટો પણ સરકાર તરફથી ઘોષિત કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહયા છે. અમદાવાદ શહેરમાં કોવિડ હોસ્પિટલોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા તથા ઓડિશા, તમિલનાડુના દર્દીઓ સારવાર લઈ રહયા છે. જેમાં રાજસ્થાનના ૧૦૦ કરતા વધારે પેશન્ટ હોવાનું કહેવાય છે.
કોરોનાની સારવાર માટે અત્યત આધુનિક પધ્ધતિથી ઉત્કૃષ્ઠ કક્ષાના ડોકટરો સારવાર આપી રહયા છે તથા પેરા મેડિકલ સ્ટાફ પણ ખડેપગે રહે છે.
કુલ- ૪૪૩ પેશન્ટોમાંથી લગભગ ૧૪પ બહારના રાજયોના છે જયારે અન્ય ગુજરાત રાજયના જુદા- જુદા શહેરો તથા ગામડાઓમાંથી આવે છે.