Western Times News

Gujarati News

‘’દરેક સમાજ દિકરીને સમાન પોષણ અને સમાન શિક્ષણ આપે તે જરૂરી’’ : કલેકટરશ્રી સંદિપ સાંગલે

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કુહા ગામે ૨૭ જેટલી નાની બાળાઓનો ‘કન્યા શક્તિ પૂજન’ કાર્યક્રમ યોજાયો હતો. જેનો હેતુ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપીને અને સેક્સ રેશિયોમાં સમાનતા જળવાય એ મુખ્ય ઉદ્દેશ છે.

કુહા ગામમાં ૧ ઓગષ્ટ ૨૦૧૯ પછી જન્મ થનાર ૨૭ જેટલી શક્તિ-સ્વરુપા કન્યાઓનું પૂજન જિલ્લા કલેકટરશ્રી સંદિપ સાંગલે તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરુણ મહેશ બાબુના હસ્તે કરવામાં આવ્યું. જેમાં તમામ બાળાઓને કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ્થી સનમાનિત કરીને તથા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અંતર્ગત ચાંદીનો સિક્કો અને વસ્ત્રોની કિટ આપવામાં આવી.

‘’દરેક સમાજમા જન્મ થનાર દિકરીઓને સમાન પોષણ અને સમાન શિક્ષણ મળે તે ખુબ જ જરૂરી છે તેમ જણાવતા જિલ્લા કલેકટરશ્રી સંદિપ સાંગલેએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે જેમ દિકરાનો જન્મ થાય છે ત્યારે તેના વધામણાં કરીએ છીએ તેમ હવે દીકરી જન્મને પણ વધાવીએ એવો પ્રબુધ્ધ વિચાર સમાજમાં પ્રકટે તે આજના સમયની તાતી જરુરિયાત છે. વર્ષ ૨૦૧૫માં હરિયાણાના પાણીપત ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેનદ્રભાઇ મોદીએ ‘’બેટી બચાઓ, બેટી પઢાઓ’’ અભિયાનની શરૂઆત કરી હતી.

દીકરો-દીકરી એકસમાન તેમજ જેન્ડર ઇક્વાલિટી જેવા વિષયો પર લોકોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ સામાજિક ક્રાંતિનો સંદેશ છે કે આપણે આપણો ભવ્ય ઐતિહાસિક વારસો ભૂલી રહ્યા છીએ. જેના લીધે બાળ જ્ન્મદરમાં બાળકીઓનો ઘટાડો નોંધાવા લાગ્યો છે જે સમાજ માટે ચિંતાનો વિષય છે.‘’

‘’ભારતના ભવ્ય ઐતિહાસિક વારસામા, સાંસ્કૃતિક વારસામાં અને સામાજિક મૂલ્યોના પાયામાં નારીની સમાનતા જોવા મળે છે એ ન ભુલવું જોઇએ એમ ભારર્પૂવક જણાવતા કલેકટરશ્રી એ વધુમા જણાવ્યું કે ‘’દિકરીના જ્ન્મને વધાવો અને દિકરા સમાન જ  શિક્ષણ અને પોષણ આપો. આજે મહિલાઓ તમામ ક્ષેત્રે કાર્યરત છે અને તેથી દીકરીનો ઉછેર દરેક ઘરમાં દિકરા જેવો જ થાય એ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે આવશ્યક છે.’’

જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ જણાવ્યું હતું કે ‘’અમદાવાદ ગ્રામ્યમાં સેક્સ રેશિયો દર સમાન દરે જળવાઇ રહે તે માટેના પગલા લેવાઇ રહ્યા છે. લોકોને એ વિષય અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. દરેક લોકો ઘરમાં દીકરીનો જન્મ થાય ત્યારે ગર્વ સાથે આનંદ વ્યકત કરે તે જરુરી છે. ભારત અને રાજ્ય સરકારે આજે દીકરીઓ માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. તેનો મહતમ લાભ લોકોએ લેવો જોઇએ. ક્ન્યા પૂજનનો મુખ્ય ઉદેશ એ જ છે કે આ દીકરીઓ મોટી થઇને ખુબ ભણીને આગળ વધે અને તેમના પરિવાર, સમાજ, રાજ્ય અને દેશનું નામ રોશન કરે.’’

કુહા ગામમાં એક નવતર પ્રયોગના ભાગરૂપે કલેકટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે  દરેક દીકરીના નામની નેઇમ પ્લેટ ‘દિકરી નિવાસ’  તરીકે દીકરીઓના નિવાસસ્થાને લગાવવામાં આવી હતી.

આ પ્રસંગે મહિલા બાળ વિકાસ અધિકારી શ્રી એઝાઝ મન્સૂરી, જેન્ડર રિસોર્સ ઓફિસર મીતાબેન પટેલ, પ્રોટેક્શન ઓફિસર ગ્રામ્ય વિસ્તાર- નિલેશ્વરીબા ગોહેલ, પ્રાંત અધિકારી –દસ્ક્રોઈ,  કોમલબેન પટેલ, કુહા ગામના સરપંચ  શ્રીમતિ હીનાબેન પટેલ, મામલતદાર ડૉ.પ્રણવ પટેલ તેમજ શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ ગોર ઉપસ્થિત રહ્યા હતા. (મનીષા પ્રધાન)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.