Western Times News

Gujarati News

ર૦ લાખ લઇ કામ ન કરતાં છેતરપીંડીની ફરિયાદ

(પ્રતિનિધિ) અમદાવાદ : નવરંગપુરામાં એડવર્ટાઈઝીંગ કંપનીના માલીક સાથે તેના જ જુના મિત્ર અને સહકર્મચારીએ ધાક ધમકી આપી રૂપિયા પડાવી કામ નહી કરી આપતાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે.

આશીષ મોદી (પાલડી) અને વિવેક સિંઘ (મુ.દિલ્હી) બંને અગાઉ પ્રતિષ્ઠિત કંપનીમાં સાથે નોકરી કરતા હતાં બાદમાં આશીષ મોદીએ પોતાની કંપની બનાવી મોટો પ્રોજેકટ મેળવતા વિવેક સિંઘ આ પ્રોજેકટ વિશે જાણકાર હોવાથી મદદ કરવા દેવા વિનંતી કરી હતી

જાકે પ્રોજેકટ વિશેની સમગ્ર જાણકારી મેળવ્યા બાદ આશીષ મોદીને જા રૂપિયા વીસ લાખ નહી આપો તો ધંધો બરબાદ કરી દઈશ ઉપરાંત મારા માણસો મોકલી ટાંટીયા તોડાવી નાખીશ જેવી ધમકીઓ આપી હતી જેથી આશીષભાઈએ રૂપિયા આપ્યા હતા છતાં વિવેકે કામ શરૂ કરવા વધુ પાંચ લાખ માંગતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.