ગાંધીજીના આશ્રમ પર આધારિત “સત્યની પ્રયોગ શાળા”ને એવોર્ડ
વ્યુફાઈન્ડર દ્વ્રારા નિર્મિત ‘સત્યની પ્રયોગ શાળા’ ને ટોરેન્ટો (Torrento) ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020માં (Gujarati Iconic Film Festival) ગાંધીજીના (Gandhiji’s Ashram) આશ્રમ પર આધારિત ‘સત્ય ની પ્રયોગ શાળા’ ને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
સત્યની પ્રયોગશાળા આ સમગ્ર વિષય ની રજૂઆત હૃદયશ્રી દવે તથા મેહુલ મકવાણાના પરિપેક્ષથી આજના યુવાનોમાં ગાંધીજીની પ્રસ્તુતતા કેટલી તેમજ તેમનું અમદાવાદ અને ગુજરાતમાં જીવન કેવું અને કેટલું રહ્યું જેમાં તથ્ય સહ છે. ગુજરાત અને અમદાવાદ કેમ કેન્દ્રબિંદુ બન્યું , કોચરબથી વિદાય, સાબરમતીમાં જમીન, આશ્રમ પાછળનો મુખ્ય વિચાર, તેની વાત, આશ્રમ બાંધવાની શરૂઆત, શ્રેષ્ઠીઓ અને હડતાળિયા મજૂરોની મદદ, સમૂહ જીવન, એકાદશ વ્રત, ખાદી, સાદગી
અને પૌત્રો પાસેથી રહેવાનો ખર્ચ, અસ્પૃશ્યતા નિવારણ, દુદાભાઈ દાફડાનાં પરિવારનું આશ્રમમાં આગમન,આશ્રમમાં ચણભણ, ગાંધીજીના બહેન અને દુદાભાઈનો પરિવાર અંગે સંઘર્ષ, આશ્રમની કપરી પરિસ્થિતિ અને મદદ /અમદાવાદમાં મિલ હડતાલ, જુગલદાસની ચાલીમાં ગાંધીજીનો અનુભવ, ઉપવાસ, મજુર મહાજન સંઘની સ્થાપના, વિદ્યાપીઠ અને નવજીવનની સ્થાપના, યંગ ઇન્ડિયા, હિન્દી નવજીવન, ચંપારણ, રોલેટ એક્ટ,
ગાંધીજી સામે રાજદ્રોહનો મહાન મુકદ્દમો અને હસ્તે મોઢે જેલવાસ. / જેલમાંથી બિન શરતી મુક્તિ, સવિનય કાનુન ભંગ, વિદેશી કાપડની હોળી, સ્વદેશી બજાર, અસહકારનું આંદોલન, ચૌરીચૌરા, કોહાટ અને વાઈકોમ સત્યાગ્રહ, કસ્તુરબા ગાંધીજીનાં ગુરુ, મહિલા સત્યાગ્રહીઓની કેળવણી, દાંડી સત્યાગ્રહનું આયોજન, દેશભરમાં ગુંજ, સાબરમતી આશ્રમમાં દાંડી કુચ જેવી ઇતિહાસ ની મહત્વની ઘટનાઓ સાંકળી લેવામાં આવી છે.
વ્યુફાઇન્ડર પ્રોડકશન દ્વારા તૈયાર કરાયેલ સત્ય ની પ્રયોગશાળા ને ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020 માં ગાંધીજી ના આશ્રમ પર આધારિત ‘સત્ય ની પ્રયોગ શાળા’ ને GIFA , FOG , ArVitel દ્વારા મળેલ સન્માન બદલ વ્યુફાઇન્ડરના સ્થાપક મલ્હાર દવે એ આભાર વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે ગાંધીજી ના મૂલ્યો યુવા પેઢીમાં સચવાઇ રહે તે માટેના ટિમ વ્યુફાઇન્ડરના પ્રયાસને મળેલ સન્માન માટે અમે આભારી છીએ. ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020નું ટેલિકાસ્ટ અને વેબકાસ્ટ 2 જી ઓક્ટોબર 2020ના રોજ કરવામાં આવશે.