Western Times News

Gujarati News

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પરનો ટ્રાફિક ડાયવર્ટ કરાયો 

રાજસ્થાનમાં શિક્ષક ભરતી વિવાદમાં ઠેર ઠેર આગજનીના બનાવ, અરવલ્લી એસપી સતર્ક 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: શિક્ષક ભરતી વર્ષ ૨૦૧૮માં  સામાન્ય વર્ગથી ખાલી પડેલ ૧૧૬૭ જેટલી પદ માટે એસટી વર્ગના વિદ્યાર્થીઓથી ભરવાની માંગે લઈને એસટી વર્ગના વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકો છેલ્લાં ૧૮ દિવસોથી ભૂવાલી ગામના કાંકરી ડુંગરી પર વિરોધમાં બેસ્યા છે આ મુદ્દે ગત રાત્રીથી રાજસ્થાનમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આંદોલનકારીઓએ વાહનો સળગાવાની સાથે પથ્થરમારો પણ કરવામાં આવી રહ્યો હોવાથી આંદોલને હિંસાત્મક રૂપ ધરાણ કરતા

અરવલ્લી જીલ્લો રાજસ્થાનને અડીને આવેલો હોવાથી આંદોલનના આગની જ્વાળા અરવલ્લીને દઝાડે તે પહેલા જીલ્લા પોલીસવડા સંજય ખરાતે બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે નંબર-૮ (Ahmedabad Udaipur National Highway No. 8) પર શામળાજીથી રાજસ્થાન (Shamlaji to Rajasthan) પ્રવેશતા વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે કોઈ પણ પ્રકારની અફવાથી દૂર રહેવા અને અરવલ્લી જીલ્લાની બોર્ડર પર શાંતિપૂર્ણ માહોલ હોવાનું જણાવ્યું હતું આંદોલનથી ને.હા.ન-૮ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.

રાજસ્થાનમાં ચાલી રહેલ શિક્ષક ભરતી આંદોલનનો મામલો ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના નેશનલ હાઈવે નં-૮ પર આવેલા કાંકરી ડુંગર પર આંદોલનકારી યુવકોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ઉત્તર ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનને સમર્થન અપાયું છે ત્યારે શામળાજી નજીક આંદોલનને સમર્થનમાં આશ્રમ ચાર રસ્તા પર ઉતરી પડેલા યુવકોના ટોળાએ હાઈવે પર ચક્કાજામ કરતા તાબડતોડ પોલીસે તમામ આંદોલનકારી યુવકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો ગુરુવારે રાત્રે રાજસ્થાનમાં ચાલી રહેલા વિરોધ વિરોધ પ્રદર્શને આક્રમક અને ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું.

જિલ્લા પોલીસતંત્રે અગમચેતીના ભાગરૂપે  શામળાજી – ઉદયપુર નેશનલ હાઈવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે ડુંગરપુર પાસે અસંખ્ય વાહનોમાં આગચંપીના બનાવો જોવા મળ્યા છે. જેના કારણે શામળાજી પોલીસે ટ્રાફિક ડાર્યવર્ટ કરવામાં આવી રહ્યો છે. ઉદયપુર જતા વાહનો ભિલોડાથી ડાયવર્ટ કરાયા છે, અને ભિલોડાથી અંબાજી, આબુરોડ ડાયવર્ટ કર્યા છે. શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે 8 બંધ કરવામાં આવતા અનેક લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. ડુંગરપુર પાસે આંદોલનકારીઓએ અસંખ્ય ગાડીઓ સળગાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.