વનવિભાગે ૬ આંધળી ચાકણ અને ૨ કાચબા સાથે વન્યજીવોની તસ્કરી કરતા આરોપીને દબોચ્યો
વન્યજીવઓ ની તસ્કરી કરતી ગેગ સમગ્ર દેશમા સક્રિય છે તેમજ સરળતાથી પૈસા કમાવવા અને રાજ્ય તેમજ આંતરરાજ્ય એક તાલુકા માંથી બીજા તાલુકામાં વન્યજીવોની હેરાફેરી કરી સસ્તા ભાવે ખરીદી કરી અને ઉંચા ભાવે વેચાણ કરવામાં આવે છે, તથા વન્યજીવોને એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં વન વિભાગની મંજૂરી વગર ખુલ્લે આમ પરિવહન કરવામાં આવે છે
હાલમાં જ અરવલ્લી જિલ્લામાં શામળાજી વનવિભાગ દ્વારા કીડી ખાવ ની તસ્કરી કરતા ઉત્તરાખંડ ના એક ઈસમ ને પકડી પાડ્યો હતો.અરવલ્લી જીલ્લામાં આવા અનેક હેરાફેરીઓ ના અને વન્યજીવોને મારવા તેમજ મારી નાખવાના કિસ્સાઓ બને છે પણ ઘટના માત્ર ચર્ચાઓ માં જ રહી જાય છે, વન વિભાગ આવા ગેરકાયદેસર અને તસ્કરી કરતા લોકોની યાદી તૈયાર કરવામાં આળસ કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે. કે પછી આંખ આડા કાન કરી રહ્યું છે
ત્યારે બાયડ તાલુકા ના સાઠંબા ના પટેલ ના મુવાડા માં રહેતા દ્વારકાધીશ અંબાલાલ પટેલ ઉર્ફે જીગાભાઇ ના ઘરે વનવિભાગે બાતમી હકીકત ના આધારે રેડ કરતા તેમના ઘર માંથી પીપડા માં સંતાડેલ ૬ આંધળી ચાકણ (ગુણી )અને ૨ કાચબા સાથે આરોપી ને પકડી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે