વલસાડ-ભાગડાવડા ગામે વોર્ડ નં. ૧૦ ખાતે રેપિડ ટેસ્ટનું આયોજન કરાયું
વલસાડ- હાલમાં વલસાડ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસો વધતા જણાતા વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં રૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ આર. આર. રાવલે એપેડેમીક ડિસીઝ એક્ટ અન્વયે તેમને મળેલી સત્તાની રૂએ સંબંધિત વિસ્તારમાં એ.પી.સેન્ટર નક્કી કરી તાત્કાલિક અસરથી તા. ૨૦-૧૦-૨૦૨૦ સુધી કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ બાબતો ને ધ્યાને લઇ કોરોના સંક્રમણને વધુ ફેલાવો ન થાય તે માટે કોરોનાની વકરતી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આજરોજ ભાગડાવડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તથા અન્ય યુવાનોએ ભાગડાવડા ગામ ખાતે વોર્ડ નં ૧૦ ના નગરજનો માટે રેપિડ ટેસ્ટનું આયોજન કર્યું હતું.
ત્યાં રેપિડ ટેસ્ટની પ્રક્રિયા માટે લોકોએ સારો સહકાર આપ્યો હતો. જે પૈકી 40 રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, તેમાં 36 નેગેટિવ કેસ જણાયા હતા, બાકીના ભાગડાવડા -૧ ,શહીદ ચોક -૨, નનકવાડા-૧ –એમ કુલ ૪ કેસ પોઝિટીવ મળી આવ્યા હતા. ભાગડાવડા ડેપ્યુટી સરપંચ ગૌરવ આહીર તથા સભ્યો એ વોર્ડ નં ૧૦ ના વડીલો, યુવાનો તથા રેપિડ ટેસ્ટ કરવા માટે આવેલી આરોગ્ય ટીમનો આભાર માન્યો હતો.